________________
શ્રી સમયસાર
संसिद्धिराधसिद्धं साधियमाराधियं एयट्टं । अवगयराधों जो खलु चेया सो होइ अवराधो ॥३०४ ॥ जो पुण णिरवराधी चेया णिस्संकिओ उ सो होइ । आराहणाइ णिच्चं वट्टेइ अहंति जाणंतो ॥ ३०५ ॥ એકાર્થે સંસિદ્ધિ ને, સાધિત સિદ્ધારાધ; રાધ ગણો સૌ; જે વિના, જીવ બને અપરાધ, ૩૦૪ નિરપરાધી ચેતના, નિત્ય રહે નિઃશંક ‘ચિદ્રૂપ' હું સંવેદને, દૃઢ આરાધન-રંગ. ૩૦૫
૨૩૪
ત્રણે કાળના મિથ્યાત્વવિષયકષાયાદિ વિભાવ પરિણામથી રહિત નિર્વિકલ્પ સમાધિમાં રહીને પોતાના શુદ્ધ આત્માનું આરાધન સેવન કરવું તે રાધ છે. સંસિદ્ધિ, સિદ્ધિ, સાધિત, આરાધિત ઇત્યાદિ સર્વ રાધના પર્યાયવાચી શબ્દો છે. જે ભાવમાં આ રાધ નથી તે અપરાધ છે. જેનામાં રાધ એટલે શુદ્ધાત્માનું આરાધન નથી, તે પોતે અભેદનયથી અપરાધ કહેવાય છે અથવા તો સાપરાધ કહેવાય છે. અને તેથી વિપરીત જે ત્રિગુપ્તિ યુક્ત શુદ્ધાત્માનું આરાધન કરનારા છે તે નિરપરાધ કહેવાય છે.
એમ જે સાપરાધ છે તે શુદ્ધાત્મસિદ્ધિના અભાવમાં પરદ્રવ્યને ગ્રહણ કરતો બંધશંકાયુક્ત સ્વયં અશુદ્ધ હોવાથી અનારાધક જ છે. અને જે નિરપરાધ છે તે શુદ્ધાત્મસિદ્ધિના સદ્ભાવમાં સમગ્ર પરદ્રવ્યના પરિહારથી બંધશંકાનો અસંભવ થતાં ઉપયોગ એક લક્ષણવાળો હું એક શુદ્ધ આત્મા જ છું એમ નિશ્ચય કરતો સદા શુદ્ધાત્મસિદ્ધિલક્ષણવાળી આરાધના સહિત વર્તતો આરાધક જ
હોય છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org