________________
૮. મોક્ષ અધિકાર
ર૩પ
માલિની अनवरतमनंतैर्बध्यते सापराधः स्पृशति निरपराधो बंधनं नैव जातु । नियतमयमशुद्धं स्वं भजन्सापराधो
भवति निरपराधः साधु शुद्धात्मसेवी . ॥१८७॥
સાપરાધ જીવ નિરંતર અનંત કર્મોવડે બંધાય છે અને નિરપરાધ જીવ કદી પણ બંધને સ્પર્શતો નથી. પોતાના અશુદ્ધ સ્વરૂપને ભજતો આ જીવ નિયમથી સાપરાધ હોય છે અને શુદ્ધાત્માને સેવનાર સાધુપુરુષ નિયમથી નિરપરાધ હોય છે. (કલશ ૧૮૭)
અહીં શિષ્ય પ્રશ્ન પૂછે છે :
હે ભગવન્ ! પ્રતિક્રમણ આદિ અનુષ્ઠાન કરવા વડે જ આત્મા નિરપરાધ થઈ શકે છે તો પછી આ શુદ્ધાત્માની આરાધનામાં પ્રયત્ન કરવાનું શું પ્રયોજન છે ? વળી સાપરાધને અપ્રતિક્રમણાદિ, અપરાધનો નાશ કરનાર ન હોવાથી વિષકુંભ છે અને પ્રતિક્રમણાદિ, અપરાધનો નાશ કરનાર હોવાથી અમૃતકુંભ છે. વ્યવહારસૂત્રમાં કહ્યું છે કે :
अप्पडिकमणमपडिसरणं अप्पडिहारो अधारणा चेव ।। अणियत्ती य अणिंदाऽगरुहाऽसोही य विसकुंभो ॥१॥ पडिकमणं पडिसरणं परिहारो धारणा णियत्ती य ।। णिंदा गरुहा सोही अट्ठविहो अमयकुंभो दु ॥२॥
અપ્રતિક્રમણ, અપ્રતિસરણ, અપ્રતિહરણ, અધારણા, અનિવૃત્તિ, અનિંદા, અગઈ, અશુદ્ધિ, એ આઠ પ્રકારે વિષકુંભ છે. તથા પ્રતિક્રમણ, અતિસરણ, પ્રતિહરણ, ધારણા, નિવૃત્તિ, નિંદા, ગર્તા, શુદ્ધિ એ આઠ પ્રકારે અમૃતકુંભ છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org