________________
૨૩૨
શ્રી સમયસાર
સ્વસ્વામીસંબંધનો અસંભવ છે. તેથી સર્વથા ચૈતન્યભાવ ગ્રહણ કરવા યોગ્ય છે અને તે સિવાયના સર્વે ભાવો છોડવાયોગ્ય છે એમ સિદ્ધાંત છે.
શાર્દૂલવિક્રીડિત सिद्धांतोऽयमुदात्तचित्तचरितैर्मोक्षार्थिभिः सेव्यतां शुद्धं चिन्मयमेकमेव परमं ज्योतिः सदैवास्म्यहम् । एते ये तु समुल्लसंति विविधा भावा पृथग्लक्षणास्तेऽहं नास्मि यतोऽत्र ते मम परद्रव्यं समग्रा अपि ॥१८५ ।।
આ સિદ્ધાંત ઉદારચિત્તવાળા તથા ઉદારચરિત્રવાળા મોક્ષાર્થીઓએ સેવવાયોગ્ય છે કે હું તો એક શુદ્ધ (કર્મરહિત) ચૈતન્ય સ્વરૂપ પરમજ્યોતિ માત્ર સદા છું આ મારાથી ભિન્ન લક્ષણવાળા નાના પ્રકારના ભાવો ઉદ્ભવે છે તે હું મારું સ્વરૂપ) નથી, કારણકે તે સર્વ મારાથી ભિન્ન એવા પરદ્રવ્ય છે. (કલશ ૧૮૫)
અનુષ્ટ્રપ परद्रव्यग्रहं कुर्वन् बध्येतैवापराधवान् ।
बध्येतानपराधो न स्वद्रव्ये संवृतो यतिः ॥१८६॥ પરદ્રવ્યને ગ્રહણ કરતો (વિભાવમાં પરિણમતો) અપરાધી જીવ બંધાય છે; અને પોતાના દ્રવ્યમાં (સ્વરૂપમાં) સંવૃત થયેલા અનપરાધી મુનિ બંધાતા નથી.
(કલશ ૧૮૬) આગળ એ વાતને દ્રષ્ટાંતથી કહે છે :थेयाई अवराहे जो कुव्बइ सो उ संकिदो भमई । मा बझेजं केणवि चोरोत्ति जणहि वियरंतो ॥३०१॥ जो ण कुणइ अवराहे सो णिस्संको उजणवए भमई । ण वि तस्स बज्झिदुं जे चिंता उप्पजदि कयाइ ॥३०२॥
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org