________________
૮. મોક્ષ અધિકાર
સંસારમાં ચેતના અદ્ભુત છે, પણ જો તે પોતાના દર્શનજ્ઞાન સ્વરૂપને તજે તો સામાન્યવિશેષરૂપનો ત્યાગ થવાથી પોતાના અસ્તિત્વને જ તજી દે, અર્થાત્ દર્શનજ્ઞાનનો ત્યાગ કરવાથી ચેતનને જડતા પ્રાપ્ત થાય અથવા વ્યાપક વિના વ્યાપ્ય આત્મા નાશને પામે. પરંતુ તેમ થવું સંભવતું નથી તેથી નક્કી ચેતના દર્શનજ્ઞાન સ્વરૂપવાળી છે. (કલશ ૧૮૩)
ઇંદ્રવજા एकश्चितश्चिन्मय एव भावो भावाः परे ये किल ते परेषाम् । ग्राह्यस्ततश्चिन्मय एव भावो भावाः परे सर्वत एव हेयाः ॥ १८४ ॥
ચિન્મય-જ્ઞાનદર્શનમય ચેતના-એ એક જ ભાવ ચૈતન્યનો પોતાનો છે, તે સિવાય જે બીજા ભાવો છે તે પરના-પુદ્ગલના છે. તેથી એક ચિન્મયભાવ જ ગ્રહણ કરવા યોગ્ય છે. તે સિવાયના બીજા ભાવો સર્વથા ત્યાગવા યોગ્ય છે. (કલશ ૧૮૪)
તે કહે છે :
-
૨૩૧
को नाम भणिज बुहो णाउं सव्वे पराइए भावे । मज्झमिति य वयणं जाणंतो अप्पयं सुद्धं ॥ ३०० ॥ પરભાવો પર જાણીને, લહી નિજ આત્મા શુદ્ધ; કોણ કહે પર મારું આ ? શાને જેહ પ્રબુદ્ધ. ૩૦૦
આ પ્રમાણે જે ખરેખર પરના ને આત્માના નિશ્ચિત સ્વ સ્વ લક્ષણવડે વિભાગ પાડનારી પ્રજ્ઞાવડે જ્ઞાની થાય, તે ખરેખર એક ચિન્માત્ર ભાવને જ પોતાનો જાણે છે અને બાકીના મિથ્યાત્વરાગાદિ સર્વ કર્મજનિત વિભાવભાવોને શુદ્ધાત્માથી ભિન્ન ૫૨ના જાણે છે. એમ જાણનાર સમ્યગ્દષ્ટિ આ પરભાવ મારા છે એમ કેમ કહે ? અર્થાત્ ન જ કહે. કારણ કે નિશ્ચયથી પર સાથે આત્માને
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org