________________
૨ ૨૭.
૮. મોક્ષ અધિકાર
આત્મા ને બંધને તેના નિશ્ચિત પોતપોતાના લક્ષણના જ્ઞાનવડે સર્વથા ભિન્ન કરવાયોગ્ય છે, પછી રાગાદિ જેનું લક્ષણ છે એવા સમસ્ત બંધને છોડી દેવા યોગ્ય છે અને ઉપયોગ જેનું લક્ષણ છે એવો શુદ્ધાત્મા જ ગ્રહણ કરવાયોગ્ય છે. એમ આત્મા ને બંધને છૂટા કરવામાં બંધત્યાગ અને શુદ્ધાત્માની પ્રાપ્તિ એ જ માત્ર પ્રયોજન છે.
આત્માને ગ્રહણ કરવામાં સાધન પણ પ્રજ્ઞા જ છે તે કહે છે:कह सो धिप्पइ अप्पा पण्णाए सो उ धिप्पए अप्पा । जह पण्णाए विहत्तो वह पण्णाएव चित्तव्वो ॥२९६॥ આત્મા કેમ ગ્રહાય તે ? પ્રજ્ઞા વડે ગ્રહાય; ભિન્ન કર્યો પ્રજ્ઞા વડે, પ્રજ્ઞાથી જ પમાય. ૨૯૬
શિષ્ય પૂછે છે કે બંધથી ભિન્ન કરેલો શુદ્ધાત્મા શા વડે ગ્રહણ કરાય છે ? તેના ઉત્તરમાં કહે છે કે પ્રજ્ઞા વડે જ આ શુદ્ધાત્મા ગ્રહણ કરવા યોગ્ય છે. કારણ કે સ્વયં આત્માને ભિન્ન કરનારની સમાન, શુદ્ધાત્માને ગ્રહણ કરનાર દિવ્ય પ્રજ્ઞા એ જ એક કરણ અથવા સાધન છે. તેથી જેમ પ્રજ્ઞા વડે ભિન્ન કરાયો તેમ પ્રજ્ઞા વડે જ ગ્રહણ કરવા યોગ્ય છે.
અર્થાત્ પ્રજ્ઞારૂપી આત્માનું દિવ્ય અસ્ત્ર એક અભિન્ન કરણ છે. તે વડે પોતાના ઉપયોગ લક્ષણે કરીને જેમ આત્મા બંધથી છોડાવાય છે તેમ તે વડે જ સ્વભાવનું ગ્રહણ પણ કરાય છે. તે પ્રજ્ઞા એ જ આત્માની દિવ્ય બુદ્ધિ કે વિવેકશક્તિ છે કે જે વડે કર્મ-નોકર્મથી આત્મા ભિન્ન અવલોકાય છે, એમ સાવધાન થઈને તે પ્રજ્ઞા વડે અંતરમાં જોતાં ત્યાં સ્વભાવ વિભાવ રૂપ બે પ્રકારની પરિણામધારાનો ભેદ દૃષ્ટિગોચર થાય છે, પછી તે પ્રજ્ઞા વડે જ વિભાવથી વિરમીને
૧૧ છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org