________________
૨૨૫
૮. મોક્ષ અધિકાર (કારીગરનું એક હથિયાર) પટકવામાં (ઠોકવામાં) આવે, તો તે બે પદાર્થ ભિન્ન થઈ જાય છે. તેવી રીતે આત્મા અને બંધ ચેતકચેત્યપણે અનાદિના અત્યંત નિકટ હોવાથી વ્યવહારથી એકરૂપ મનાય છે. તેમાં આત્માનું અસાધારણ લક્ષણ ચૈતન્ય છે તે બીજા કોઈ દ્રવ્યમાં નથી. તે ચૈતન્ય લક્ષણ જેમાં વ્યાપીને રહ્યું છે અને જેને વ્યાપીને વર્તે છે તે આત્માના સહવર્તી અને ક્રમવર્તી અનંત ગુણ અને પર્યાયો છે, તેમાં ચૈતન્યલક્ષણ અવિનાભાવિપણે નિરંતર વ્યાપીને રહે છે; તેથી તે સર્વ આત્માનું સ્વરૂપ છે, એમ નિશ્ચય કરવો. આત્મા ને કર્મના સંયોગથી થતા જે રાગાદિ છે તે બંધનું લક્ષણ છે. રાગાદિ આત્માના અસાધારણ લક્ષણ નથી, કારણકે તે આત્માના શુદ્ધ ગુણોને વિપરીત કરનારા ભાસે છે અને તે આત્માના બધા પર્યાયને વ્યાપીને રહેતા નથી. શુદ્ધ દશામાં રાગાદિ નથી. એ રીતે આત્માના ગુણ ને પર્યાયમાં વ્યાપતા ન હોવાથી રાગાદિ આત્માના સ્વભાવ નથી. પરંતુ જ્યાં રાગાદિ હોય ત્યાં ચેતન હોય એવું જે સાથે ઉદ્ભવવું થાય છે તે ચેત્યચેતક સંબંધથી થાય છે; જેમકે અંધારામાં દીવો હોય તો ઘડો વગેરે પ્રકાશે છે અથવા દિવસે સૂર્ય છે તેથી બધા પદાર્થો પ્રકાશે છે, ત્યારે બ્રાંતિથી આપણે ઘડાને કે પદાર્થોને પોતાથી જ પ્રકાશતા માનીએ છીએ. પરંતુ ખરી રીતે તે ઘટનું કે પદાર્થોનું પ્રકાશવું દીવાના કે સૂર્યના જ અસ્તિત્વને જાહેર કરે છે.
તેવી રીતે આત્મા ચેતક (જોનાર જાણનાર) છે અને રાગાદિ ચેત્ય છે. તે બન્ને અત્યંત નિકટ હોવાથી એકરૂપ હોવાની ભ્રાંતિ થાય છે પરંતુ ત્યાં પ્રજ્ઞારૂપી આત્માની ભેદજ્ઞાનશક્તિ વડે વિચારીએ તો જેમ પ્રકાશક દીવો અને પ્રકાશ્ય ઘટાદિ ભિન્ન ભિન્ન છે, તેમ ચેતક આત્મા અને ચેત્ય રાગાદિ ભિન્ન ભિન્ન જણાય છે. જે રાગાદિ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org