SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ ૮. મોક્ષ અધિકાર जह बंधे चिंतंतो बंधणबद्धो ण पावड़ विमोक्खं । तह बंधे चिंतंतो जीवो वि ण पावइ विमोक्खं ॥ २९९ ॥ કેવલ બંધ વિચારથી, બદ્ધ ન પામે મોક્ષ; કર્મ વિચારે જીવ પણ, પામે નહીં વિમોક્ષ. ૨૯૧ ૨૨૩ જેમ બંધનમાં પડેલો પુરુષ પોતે જેનાથી બંધાયો છે, તેના પ્રકાર વગેરે જાણવાથી કે છૂટવાના ઉપાય માત્ર વિચારવાથી છૂટી શકતો નથી; તેમ જીવ પોતે જે કર્મવડે બંધાયો છે, તેના પ્રકાર વગેરે જાણવાથી કે છૂટવાના ઉપાય માત્ર વિચારવાથી છૂટી શકે નહિ. ત્યારે મોક્ષનો હેતુ શો છે ? તે કહે છે : जह बंधे छित्तूण य बंधणबद्धो उ पावड़ विमोक्खं । तह बंधे छित्तूण य जीवो संपावइ विमोक्खं ॥ २९२ ॥ બંધન છેલ્લે બદ્ધ જન, પામે જેમ વિમોક્ષ; કર્મબંધ ઉચ્છેદીને, તેમ લહે જીવ મોક્ષ. ૨૯૨ જેમ બપુરુષ બેડી વગે૨ે છેદીને મુક્ત થાય છે, તેમ જીવ કર્મબંધન છેદીને મોક્ષ પામે છે. અહીં આત્મા અને કર્મને ભિન્ન ભિન્ન કરવાં એ જ મોક્ષનો હેતુ છે, એમ બતાવ્યું. તેમાં પ્રથમ બંધને જાણે, તેનું સ્વરૂપ તથા છેદવાના ઉપાય વિચારે, પછી છેદી શકે, તેથી યથાર્થ જ્ઞાન અને વિચારપૂર્વક જ બંધને છેદવાનું કાર્ય કરી શકાય છે તે યથાર્થ સમજવા ફરી પૂછે છે : શું બંધછેદ એ જ માત્ર મોક્ષહેતુ છે ? તેના ઉત્તરમાં કહે बंधाणं च सहावं वियाणिओ अप्पणो सहावं च । बंधेसु जो विरज्जदि सो कम्मविमोक्खणं कुणइ ॥२९३॥ For Personal and Private Use Only www.jainelibrary.org Jain Educationa International
SR No.005302
Book TitleSamaysara
Original Sutra AuthorN/A
AuthorKundakundacharya, Sakarben Shah
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1994
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy