________________
૮. મોક્ષ અધિકાર
હવે મોક્ષ પ્રવેશ કરે છે :
શિખરિણી द्विधाकृत्य प्रज्ञाक्रकचदलनाद्बंधपुरुषौ नयन्मोक्षं साक्षात्पुरुषमुपलंभैकनियतम् ।
इदानीमुन्मज्जत्सहजपरमानंदसरसं
परं पूर्ण ज्ञानं कृतसकलकृत्यं विजयते ॥ १८० ॥
પ્રજ્ઞારૂપી કરવત ચલાવવાવડે બંધ અને આત્મા બેને જુદા કરીને જે નિશ્ચિત એક (અનુભવરૂપ ભિન્ન) આત્માની પ્રાપ્તિ થઈ તેને સાક્ષાત્ મોક્ષ પ્રત્યે લઈ જતું, સહજ પરમાનંદ રસવાળું, ઉત્કૃષ્ટ પૂર્ણ જ્ઞાન હવે ઉદય થાય છે, તે પોતાની પૂર્ણતાને પ્રાપ્ત કરીને સર્વથા કૃતકૃત્ય થયું હોવાથી જયવંત વર્તે છે. (કલશ ૧૮૦) મોક્ષની પ્રાપ્તિ કેવી રીતે થઈ શકે તે દૃષ્ટાંતદ્વારા સમજાવે છેઃजह णाम कोवि पुरिसो बंधणयम्मि चिरकालपडिबद्धी । तिव्वं मंदसहावं कालं च वियाणए तस्स ॥ २८८ ॥ जइ गवि कुणइ च्छेदं ण मुच्चए तेण बंधणवसो सं । काले उ बहुएण वि ण सो णरो पावड़ विमोक्खं ॥ २८९ ॥ इय कम्मबंधणाणं पएसठिइपयडिमेवमणुभागं । जाणतो वि ण मुच्चइ मुच्चइ सो चेव जड़ सुद्धो ॥ २९० ॥ જેમ પુરુષ કો બંધમાં, બંધાયો ચિરકાલ; જાણે પ્રકૃતિ બંધની, ને બંધનનો કાળ. ૨૮૮ છેદે કે છોડે નહીં, જો નર બંધન એહ; બંધમુક્ત તો થાય ના, બહુ કાળે પણ તેહ. ૨૮૯
Jain Educationa International
૨૨૧
For Personal and Private Use Only
www.jainelibrary.org