________________
૨૨૦
શ્રી સમયસાર ચાર ગતિના સર્વ દુ:ખનું કારણ બંધ છે, તેથી તે હેય છે. તેનો નાશ કરવા માટે વિશેષ ભાવના કહે છે :
શુદ્ધનિશ્ચયનયથી હું સહજ શુદ્ધ જ્ઞાનાનંદરૂપ એક સ્વભાવવાળો છું, નિર્વિકલ્પ છું, ઉદાસીન છું, નિરંજન એવા પોતાના શુદ્ધાત્માની સમ્યક્ શ્રદ્ધા, જ્ઞાન અને અનુષ્ઠાનરૂપ નિશ્ચયરત્નત્રય સહિત નિર્વિકલ્પ સમાધિથી પ્રગટતા, વીતરાગ સહજાનંદરૂપ સુખાનુભવ લક્ષણ છે જેનું, એવા સ્વસંવેદનજ્ઞાન વડે જણાવાયોગ્ય છું, આત્મગુણોથી ભરપૂર છું, ત્રણ લોકમાં ત્રણે કાળે મનવચનકાયા કૃતકારિતઅનુમોદનથી સર્વ પ્રકારના વિભાવોથી હું સર્વથા રહિત છું; સર્વ જીવો શુદ્ધ નિશ્ચયનયથી એ જ પ્રમાણે છે- એવી નિરંતર ભાવના કરવી જોઈએ.
એમ જીવથી ભિન્ન થઈને બંધ રંગભૂમિપરથી નીકળી ગયો.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org