SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૪ ઉપજાતિ न जातु रागादिनिमित्तभावमात्मात्मनो याति यथार्ककांतः । तस्मिन्निमित्तं परसंग एव वस्तुस्वभावोऽयमुदेति तावत् ॥१७५॥ શ્રી સમયસાર આત્મા પોતાના રાગાદિના નિમિત્તપણાને ક્યારેય પામતો નથી. જેમ કે સૂર્યકાન્તમણિને સૂર્ય સામે ધરે તો જ તેમાંથી અગ્નિ ઝરે છે, તેમ આત્માને રાગાદિ થવામાં પર એવાં ઉદયકર્મનો સંગ એ જ નિમિત્ત છે. એવો વસ્તુસ્વભાવ ઉદય થાય છે. (કલશ ૧૭૫) અનુષ્ટુપ इति वस्तुस्वभावं स्वं ज्ञानी जानाति तेन सः रागादीन्नात्मनः कुर्यान्नातो भवति कारकः । ||૧૭૬ ॥ એવો વસ્તુસ્વભાવ પોતાનો છે, એમ શાની જાણે છે, તેથી તેઓ રાગાદિને પોતાના કરતા નથી, અર્થાત્ તેરૂપ પરિણમતા નથી અને તેથી કર્તા થતા નથી. (કલશ ૧૭૬) તે કહે છે : णय रायदोसमोहं कुव्वदि णाणी कसायभावं वा । सयमप्पणो ण सो तेण कारगो तेसिं भावाणं ॥ २८० ॥ કરે ન રાગાદિ સ્વયં, મોહ વિભાવ કાય; તેથી નહિ તે ભાવના, કારક જ્ઞાની થાય. ૨૮૦ રાગાદિ આત્માના નથી એમ વસ્તુસ્વભાવને જાણતા જ્ઞાની શુદ્ધભાવથી પડતા નથી તેથી રાગદ્વેષ મોહ આદિ ભાવે--પોતાની મેળે કે પરના નિમિત્તે--પરિણમતા નથી. એ રીતે ટંકોત્કીર્ણ એક જ્ઞાયકસ્વભાવવાળા જ્ઞાની રાગદ્વેષમોહાદિ ભાવોના અકર્તા છે એવો નિયમ છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005302
Book TitleSamaysara
Original Sutra AuthorN/A
AuthorKundakundacharya, Sakarben Shah
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1994
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy