________________
૭. બંધ અધિકાર
શાર્દૂલવિક્રીડિત सर्वत्राध्यवसानमेवमखिलं त्याज्यं यदुक्तं जिनैस्तन्मन्ये व्यवहार एव निखिलोऽप्यन्याश्रयस्त्याजितः । सम्यङ्निश्चयमेकमेव तदमी निष्कंपमाक्रम्य किं शुद्धज्ञानघने महिम्नि न निजे बध्नंति संतो धृतिम् ॥१७३॥
૨૦૯
સર્વ અવસ્થામાં થતા જે જે અધ્યવસાનો છે તે સર્વ ત્યાગવાયોગ્ય છે, એમ જિનોએ કહ્યું છે. તેથી આચાર્ય કહે છે, હું એમ માનું છું કે પરને આશ્રય કરનાર એવો જે વ્યવહાર તે બધો જ છોડાવ્યો છે. તો પછી સંતજનો એક સમ્યક્ નિશ્ચયને નિષ્કપપણે અવલંબીને શુદ્ધજ્ઞાનધન મહિમાવાળા પોતાના આત્મામાં ધૃતિને કેમ બાંધતા નથી ? અર્થાત્ સ્થિરતારૂપ ધીરજ કેમ ધરતા નથી ? (કલશ ૧૭૩)
એ વાતને આગળ કહે છે :
एवं ववहारणओ पडिसिद्धो जाण णिच्छयणयेण । णिच्छयणयासिदा पुण मुणिणो पावंति णिव्याणं ॥ २७२ ॥ જાણ એમ વ્યવહારનય, નિશ્ચયથકી નિષિદ્ધ નિશ્ચય-આશ્રિત મુનિવરો, પામે મુક્તિ પ્રસિદ્ધ. ૨૭૨
નિશ્ચયનય આત્માશ્રિત છે અને વ્યવહારનય પરાશ્રિત છે તેમાં પરાશ્રિત એવા સમસ્ત અધ્યવસાનોને બંધના હેતુ જાણીને તેનો મુમુક્ષુને નિષેધ કરનાર નિશ્ચયનય વડે સમસ્ત વ્યવહારનયનો નિષેધ કરાયો છે, કેમકે વ્યવહારનય, શુભાશુભ અધ્યવસાનના સમૂહરૂપ સર્વથા પરાશ્રિત છે. તેથી અધ્યવસાનનો નિષેધ કરતાં વ્યવહારનયનો પણ નિષેધ થાય છે. નિશ્ચયનય આત્માને આધારે પ્રવર્તે છે, તેનો આશ્રય કરનારને એકાન્ત મોક્ષ થાય જ એવો
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org