SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ ૭. બંધ અધિકાર ૨૦૭ જ્ઞપ્તિક્રિયારૂપ, સહજ એક જ્ઞાયકભાવરૂપ અને સહજ એક જ્ઞાનરૂપ એવા ભિન્ન આત્માને સમ્યપણે જાણતા, જોતા ને આચરતા, સ્વાધીનપણે પ્રગટ થતી નિર્મળ અમંદ અંતર્જ્યોતિ વડે અજ્ઞાનાદિનો અત્યંત અભાવ કરવાથી શુભ કે અશુભ કર્મ વડે ખરેખર લેપાતા નથી. અહીં શિષ્ય પૂછે છે કે અધ્યવસાન વિષે વારંવાર કહો છો તે અધ્યવસાન શું છે ? તેના ઉત્તરમાં હવે અધ્યવસાનનું સ્વરૂપ પ્રગટ બતાવે છે : बुद्धी ववसाओवि य अज्झवसाणं मई य विण्णाणं । एकट्ठमेव सव्वं चित्तं भावो य परिणामो ॥२७१ ॥ બુદ્ધિ મતિ વ્યવસાય કે, ચિત્ત ભાવ વિજ્ઞાન; પરિણામ એકાર્થ સૌ, ગણાય અધ્યવસાન. ૨૭૧ બુદ્ધિ, વ્યવસાય, મતિ, વિજ્ઞાન, ચિત્ત, ભાવ, પરિણામ એ બધા અધ્યવસાય કે અધ્યવસાનના પર્યાયવાચી શબ્દો છે. પોતાનો કે પરનો વિવેક કર્યા સિવાય જીવ જે નિશ્ચય કરે છે તે અધ્યવસાન છે, તેને જાણવા માત્ર તે બુદ્ધિ છે, નિશ્ચયમાત્ર તે વ્યવસાય છે, મનન માત્ર તે મતિ છે, વિશેષ વિચાર તે વિજ્ઞાન છે, ચેતના માત્ર તે ચિત્ત છે, તેનો પર્યાય તે ભાવ છે અને ચિત્તની પરિણતિ તે પરિણામ છે. તાત્પર્ય કે ભેદજ્ઞાનના અભાવમાં જીવ સંસાર, દેહ, પુણ્યપાપ અને જ્ઞેય આદિના અધ્યવસાનોને નિર્વિકલ્પ એવા શુદ્ધાત્મસ્વરૂપથી ભિન્ન છતાં એકરૂપ કરીને શ્રદ્ધે છે, જાણે છે, આચરે છે; તેથી મિથ્યાવૃષ્ટિ, મિથ્યાજ્ઞાની, મિથ્યાચારિત્રી થતાં કર્મબંધને કરે છે. પ્રશ્ન :- એમ ચાં સુધી પરભાવને આત્મામાં યોજે છે ? For Personal and Private Use Only Jain Educationa International www.jainelibrary.org
SR No.005302
Book TitleSamaysara
Original Sutra AuthorN/A
AuthorKundakundacharya, Sakarben Shah
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1994
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy