SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ ૭. બંધ અધિકાર ૨૦૩ " વંધ્યાપુત્રને હું હણું એવો અધ્યવસાન થતો નથી, પરંતુ આ વીરપુત્રવાળી માતાના પુત્રને હું હણું એવો અધ્યવસાન થાય છે. તેથી અધ્યવસાનના આશ્રયભૂત એવા બાહ્ય પદાર્થોનો પણ અત્યંત નિષેધ કરાય છે. છતાં બંધનું કારણ તો અધ્યવસાન જ છે; કેમ કે બાહ્યવસ્તુ હોય અને અધ્યવસાન ન થાય તો બંધ થતો નથી, જેમકે ઈર્યાસમિતિમાં પરિણમેલા મુનિના પગ નીચે અચાનક કોઈ જંતુ આવી પડે ને મરી જાય, તેથી તેમને હિંસા સંબંધી પાપબંધ થતો નથી. બાહ્યવસ્તુ જીવને તેવા ભાવ ન કરાવે તો તે બંધનું કારણ નથી. પરંતુ અધ્યવસાન તો તે ભાવરૂપ જ હોવાથી બંધનાં કારણ અવશ્ય છે. બંધના હેતુ એવા તે અધ્યવસાનને સ્વાર્થક્રિયાકારીપણાનો અભાવ છે તેથી તે મિથ્યા છે એમ દર્શાવે છે : दुक्खिदसुहिदे जीवे करेमि बंधेमि तह विमोचेमि । जा एसा मूढमई णिरत्थया सा हु दे मिच्छा ॥ २६६ ॥ જીવોને દુ:ખી સુખી, બદ્ધ-મુક્ત કરું હુંય; વ્યર્થ ખરે એ મૂઢ મતિ, મિથ્યા ધારે તુંય. ૨૬૬ પર જીવોને હું દુ:ખી કરું છું, સુખી કરું છું, બંધન કરું છું, મુક્ત કરું છું-એ આદિ સર્વ અધ્યવસાનને ‘ ૫૨ભાવને ૫૨ ક૨વા અસમર્થ છે ' એ ન્યાયે, સ્વાર્થક્રિયાકારીપણાનો અભાવ છે. તેથી ‘આકાશપુષ્પને હું ચૂંટું છું ' એ અધ્યવસાન જેમ મિથ્યા છે, તેમ આ સર્વ અધ્યવસાન મિથ્યા છે અને કર્મબંધના હેતુપણે માત્ર આત્માના અનર્થને માટે થાય છે. અધ્યવસાન સ્વાર્થક્રિયાકારી શાથી નથી ? તે કહે છે : Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005302
Book TitleSamaysara
Original Sutra AuthorN/A
AuthorKundakundacharya, Sakarben Shah
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1994
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy