SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ ૭. બંધ અધિકાર હણું જિવાડું જીવને, એ તુજ અધ્યવસાન; પાપપુણ્ય કર્મો તણાં, બંધક નિશ્ચય માન, ૨૬૧ મિથ્યાવૃષ્ટિને અનાદિથી થતા એક માત્ર અજ્ઞાનજનિત રાગમય અધ્યવસાન જ બંધહેતુ છે એમ નિશ્ચય માનવું જોઈએ, પરંતુ પુણ્યપાપના ભેદથી બંધહેતુનું દ્વિધાપણું છે એમ ન વિચારવું જોઈએ. કારણ કે હું દુઃખી કરું છું, મારું છું કે, હું સુખી કરું છું, જિવાડું છું, એ અશુભ શુભ બન્ને, અહંકારથી ભરેલાં રાગયુક્ત અજ્ઞાન અધ્યવસાન છે. તેથી એક માત્ર અધ્યવસાનને જ પુણ્ય તેમજ પાપ બન્નેનું બંધહેતુપણું હોવામાં અવિરોધ છે. તેથી હિંસા અધ્યવસાય એ જ હિંસા છે, એમ નક્કી થયું :अज्झवसिदेण बंधो सत्ते मारेउ मा व मारेउ । एसो बंधसमासो जीवाणं णिच्छयणयस्स ॥२६२॥ જીવ મરે કે ના મરે, અધ્યવસાન જ બંધ; નિશ્ચયથી એ જીવનો, જાણો બંધ-પ્રબંધ. ૨૬૨ ૨૦૧ પર જીવોને સ્વકર્મોદયની વિચિત્રતાને આધીન પ્રાણનાશ કદાચિત્ થાય કે ન થાય પરંતુ હું હણું એવો અહંકારરસથી ભરેલો જે હિંસા અધ્યવસાય છે, તે જ નિશ્ચયથી બંધહેતુ છે. નિશ્ચયથી પરના પ્રાણ હરવારૂપ પરભાવને કરવા કોઈ સમર્થ નથીં. જીવનમરણ એ તો કર્મને આધીન છે તેથી હિંસા અહિંસાના અધ્યવસાનથી કોઈ જીવને મારી કે જિવાડી શકતો નથી, પરંતુ તેથી બંધ અવશ્ય થાય છે. એ રીતે પાપ તેમજ પુણ્યમાં અધ્યવસાન જ બંધહેતુ છે :एवमलिये अदत्ते अबंभचेरे परिग्गहे चेव । कीरइ अज्झवसाणं जं तेण दु बज्झए पावं ॥ २६३ ॥ Jain Eociona International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005302
Book TitleSamaysara
Original Sutra AuthorN/A
AuthorKundakundacharya, Sakarben Shah
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1994
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy