SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સમયસાર कम्मोदएण जीवा दुक्खिदसुहिदा हवंति जदि सव्वे । कम्मं च ण दिंति तुहं कह तं सुहिदो कदो तेहिं ॥ २५६ ॥ અન્ય જીવોને હું કરું, દુઃખી કે સુખી એમ; માને તે જન મૂઢ છે, જ્ઞાની ન માને તેમ. ૨૫૩ કર્મોદયથી જીવ સૌ, દુ:ખી કે સુખી થાય; કર્મ ન દે તું કેમ તો, દુઃખી સુખી કરાય ? ૨૫૪ કર્મોદયથી જીવ સૌ, દુ:ખી કે સુખી થાય; કર્મ ન દે તે કેમ તું, પરથી દુઃખી કરાય ? ૨૫૫ કર્મોદયથી જીવ સૌ, દુ:ખી કે સુખી થાય; કર્મ ન દે તે કેમ તું, પરથી સુખી કરાય ? ૨૫૬ ૧૯૮ વળી જે એમ માને છે કે હું પરને દુઃખી-સુખી કરું છું અથવા પરવડે દુઃખી-સુખી થાઉં છું તે પણ મૂઢ અજ્ઞાની-મિથ્યાવૃષ્ટિ છે, કારણકે કર્મવડે જીવો દુઃખી-સુખી થાય છે. તે કર્મો પોતાના પરિણામ વડે ઉપાર્જન કરાયેલાં છે અને કોઈને દેવાતાં લેવાતાં નથી. તેથી હું દુ:ખી કરું છું, સુખી કરું છું વગેરે સર્વ અજ્ઞાન અધ્યવસાયો છે. જેને એવા અધ્યવસાયો નથી તે સમ્યગ્દષ્ટિ છે. વસંતતિલકા सर्वं सदैव नियतं भवति स्वकीयकर्मोदयान्मरणजीवितमदुःखसौख्यम् । अज्ञानमेतदिह यत्तु परः परस्य कुर्यात्पुमान्मरणजीवितदुःखसौख्यम् ॥१६८॥ મરણ જીવન, દુ:ખ સુખ વગેરે સર્વ સદા નિયમથી પોતાના કર્મના ઉદય અનુસાર થાય છે, તેથી આ લોકમાં એક જણ બીજાના મરણ-જીવન, દુઃખ-સુખને કરે છે એમ જે માનવું તે અજ્ઞાન છે. (કલશ ૧૬૮) Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005302
Book TitleSamaysara
Original Sutra AuthorN/A
AuthorKundakundacharya, Sakarben Shah
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1994
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy