________________
૭. બંધ અધિકાર
આયુક્ષયથી જીવને, મરણ કહે ભગવાન; પર તવ આયુ હરે નહીં, કેમ હરે તવ પ્રાણ ? ૨૪૯ પરને હું જિવાડું ને, પરથી જીવું એમ; માને તે જન મૂઢ છે, જ્ઞાની ન માને તેમ. ૨૫૦ જીવન આયુષથી ટકે, એમ કહે ભગવાન; આયુષદાતા તું નહીં, તો શું દે પર પ્રાણ ? ૨૫૧ આયુષથી જીવિત રહે, ભાખે જિનવર એમ; આયુષ કો ના દઈ શકે, તને જિવાડે કેમ ? ૨૫૨
જે એમ માને છે કે હું ૫૨ જીવોને હણું છું કે પરવડે હણાઉ છું અથવા એમ માને કે ૫૨ જીવોને જિવાડું છું કે પર વડે હું જીવું છું, તે અજ્ઞાની મિથ્યાદૃષ્ટિ છે. કારણ કે મરણનું કારણ આયુકર્મનો નાશ અને જીવનનું કારણ આયુકર્મનો નાશ ન થવો તે છે. કોઈથી કોઈનું આયુકર્મ નાશ કરાતું નથી કે અપાતું નથી. તેથી હું હણું છું, અન્યવડે હણાઉ છું વગેરે સર્વ અજ્ઞાન અધ્યવસાયો છે. જેને એવા અધ્યવસાયો નથી તે સમ્યગ્દષ્ટિ છે.
૧૯૭
એ જ રીતે દુઃખી સુખી કરવા સંબંધી અધ્યવસાન પણ અજ્ઞાનજનિત છે :
जो अप्पणा दुमण्णदि दुक्खिदसुहिदे करेमि सत्तेति । सो मूढो अण्णाणी णाणी एत्तो दु विवरीदो ॥२५३॥ कम्मोदएण जीवा दुक्खिदसुहिदा हवंति जदि सव्वे । कम्मं च ण देसि तुमं दुक्खिदसुहिदा कहं कया ते ॥ २५४ ॥ कम्मोदएण जीवा दुक्खिदसुहिदा हवंति जदि सव्वे । कम्मं च ण दिंति तुहं कदोसि कहं दुक्खिदो तेहिं ॥ २५५ ॥
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org