________________
૭. બંધ અધિકાર
૧૯૫ શાર્દૂલવિક્રીડિત लोकः कर्मततोऽस्तु सोऽस्तु च परिस्पन्दात्मकं कर्म तत् तान्यस्मिन्करणानि संतु चिदचिद्व्यापादनं चास्तु तत् । रागादीनु पयोगभूमिमनयन् ज्ञानं भवन् केवलं बंधं नैव कुतोऽप्युपैत्ययमहो सम्यग्दृगात्मा ध्रुवम् ॥१६५ ॥
કર્મવર્ગણાથી વ્યાપ્ત લોક છે તે ભલે હો, આત્માના પ્રદેશોને ચલિત કરનાર મનવચનકાયાની ક્રિયા ભલે હો, ઇન્દ્રિય વગેરે કરણો ભલે હો તેમજ ચેતન અચેતનનો ઘાત ભલે હો પરંતુ રાગાદિને ઉપયોગ ભૂમિકામાં ન લાવતા, કેવલ જ્ઞાનમય રહેતા આ સમ્યગ્રુષ્ટિ અહો ! આશ્ચર્ય છે કે ઉપર્યુક્ત કોઈ કારણથી બંધને પામતા નથી જ, એ નક્કી છે.
(કલશ ૧૬૫) પૃથ્વી तथापि न निरर्गलं चरितुमिष्यते ज्ञानिनां तदायतनमेव सा किल निरर्गला व्यापृतिः । अकामकृतकर्म तन्मतमकारणं ज्ञानिनां द्वयं न हि विरुध्यते किमु करोति जानाति च ॥१६६ ॥
તથાપિ જ્ઞાનીને મર્યાદારહિત સ્વચ્છંદપણે પ્રવર્તવું યોગ્ય નથી, કારણ કે સ્વચ્છંદ પ્રવૃત્તિ બંધનું ઘર છે. ઇચ્છારહિતપણે કરાયેલાં કર્મ જ્ઞાનીને બંધના કારણ નથી એમ માનેલું છે, કારણ કે કરે છે અને જાણે છે એ બન્ને શું વિરોધી નથી? અર્થાત્ વિરોધી છે.
(કલશ ૧૬૬) વસંતતિલકા जानाति यः स न करोति, करोति यस्तु जानात्ययं न खलु तत्किल कर्मरागः ।
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org