SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૪ શ્રી સમયસાર एवं सम्मादिट्ठी वट्ट तो बहु विहे सु जोगेसु । अकरंतो उवओगे रागाइ ण लिप्पइ रयेण ॥२४६॥ વળી તે નર નિજ દેહને, કરી અસ્નિગ્ધ તમામ; રેણુમય મેદાનમાં, કરે શસ્ત્ર વ્યાયામ. ર૪૨ છેદન ભેદન તે કરે, અનેકવિધ તજાત; દ્રવ્ય સચિત્તઅચિત્તનો, વળી કરે ઉપઘાત. ૨૪૩ વિવિધ કારણથી તેહને, કરતાં એ ઉપઘાત; ધૂલિ-અબંધ કારણ કર્યું, નિશ્ચય ચિંતો વાત. ૨૪૪ સ્નેહ અભાવ તે પુરુષમાં, તેથી ધૂલિ-અબંધ; નહીં કાયચેષ્ટાદિથી, નિશ્ચય ધૂલિ-અબંધ. ૨૪૫ સમ્યવ્રુષ્ટિ ત્યમ કરે, બહુવિધ કાર્ય ઉપાય; અંતરમાં રાગાદિ વિણ, કર્મે ના લેપાય. ર૪૬ ફરી તે જ પુરુષ શરીર પરથી તેલની ચીકાશ દૂર કરીને એ જ ધૂળવાળી જગ્યામાં, એ જ હથિયારો વડે વ્યાયામ કરે છે, તેમજ અનેક પ્રકારનાં ઉપકરણો વડે તે જ સચિત્ત અચિત્ત વસ્તુઓનો ઉપઘાત કરે છે; તે શરીરે ધૂળથી લપાતો નથી. તેમાં ન લેવાવાનું કારણ તપાસતાં શરીરે તેલની ચીકાશનો અભાવ એ જ એક છે. તેવી રીતે સમ્યવૃષ્ટિ ઉપયોગમાં રાગાદિને ન કરતો તે જ સર્વત્ર કર્મયોગ્ય વર્ગણાથી ભરપૂર એવા આ લોકમાં મનવચનકાયા વડે સચિત્ત-અચિત્ત વસ્તુઓનો ઉપઘાત કરતો કર્મજથી બંધાતો નથી. અર્થાત્ સમ્યવૃષ્ટિ રાગાદિરહિતપણે મિથ્યાવૃષ્ટિ જેવી સર્વ ક્રિયા કરવા છતાં કર્મથી બંધાતો નથી. તે ન બંધાવાનું કારણ તપાસતાં બંધહેતુ રાગભાવનો અભાવ એ જ એક છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005302
Book TitleSamaysara
Original Sutra AuthorN/A
AuthorKundakundacharya, Sakarben Shah
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1994
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy