SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ ૬. નિર્જરા અધિકાર ૧૮૯ ભવ-ભાવ એ પાંચ પ્રકારના સંસારપરાવર્તનરૂપ દુઃખનાં કારણ એવા મનરૂપી રથના વિકલ્પોરૂપ વેગવાન ઘોડાઓ, જે પોતાના શત્રુ છે, તેને સ્વસ્થભાવરૂપ સારથીની મદદથી વિશેષ દૃઢ એવા ધ્યાનરૂપ ખડ્ઝવડે હણે છે અને જેમ વ્યવહારમાં જિનબિંબને રથમાં સ્થાપન કરીને નગર, વનમાં ફેરવે તેમ આત્માને સદ્વિદ્યારૂપી રથમાં બેસાડીને મોક્ષમાર્ગમાં ફેરવે છે અર્થાત્ શાસ્ત્રાભ્યાસથી ઉપયોગને સ્થિર કરે છે, તે સમ્યવ્રુષ્ટિ જિનાજ્ઞાનપ્રભાવી જાણવા. તેમને અપ્રભાવનાથી થતો બંધ નથી પરંતુ પૂર્વ સંચિત કર્મની નિર્જરા અવશ્ય છે. આ પ્રમાણે નિઃશંકિત આદિ સમ્યવ્રુષ્ટિના આઠ ગુણો જે સમ્યગ્દર્શનનાં આઠ અંગ કહેવાય છે તેનું વ્યાખ્યાન નિશ્ચયનયથી કર્યું. વ્યવહારથી તેનું સ્વરૂપ અંજનચોર આદિની કથાથી ઘટાવી લેવું. કારણ વ્યવહાર છે તે નિશ્ચયનો સાધક છે. જિનમાર્ગને પ્રવર્તાવવામાં બન્ને નયની જરૂર છે. વ્યવહાર વિના તીર્થ-તત્ત્વપ્રાપ્તિનાં કારણોનો નાશ થાય છે અને નિશ્ચય વિના તત્ત્વનો નાશ થાય છે. અહીં નિશ્ચયમોક્ષમાર્ગનું મુખ્યપણે કથન હોવાથી વ્યવહારની ગૌણતા છે. પરંતુ તેથી તેનો નિષેધ નથી. “દ્રવ્યસંગ્રહમાં બન્ને નયપૂર્વક નિઃશંકિત આદિ આઠ લક્ષણોનું વર્ણન કર્યું છે, ત્યાંથી વિશેષ જાણી લેવું. મંદાક્રાંતા रुंधन् बंधं नवमिति निजैः संगतोऽष्टाभिरंगैः प्रारबद्धं तु क्षयमुपनयन् निर्जरोज्जृभणेन । . सम्यग्दृष्टिः स्वयमतिरसादादि मध्यांतमुक्तं ज्ञानं भूत्वा नटति गगनाभोगरंगं विगाह्य ॥१६२ ।। પોતાના આઠ અંગ સહિત પરિણમવાથી નવીન કર્મબંધને Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005302
Book TitleSamaysara
Original Sutra AuthorN/A
AuthorKundakundacharya, Sakarben Shah
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1994
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy