________________
૧૮૮
શ્રી સમયસાર
जो कुणदि वच्छलत्तं तियेह साहूण मोक्खमग्गम्मि । सो वच्छलभावजुदो सम्मादिट्ठी मुणेयव्वो ॥२३५॥ મુક્તિ-સાધક-ત્રય વિષે, વત્સલતા ધરનાર; વાત્સલ્યાંગી જાણવા, સમ્યગ્દષ્ટિ સાર. ૨૩૫
જેથી સમ્યગ્દષ્ટિ ખરેખર ટંકોત્કીર્ણ એક જ્ઞાયકભાવવાળા હોવાને લીધે સમ્યગ્દર્શનજ્ઞાનચારિત્રને પોતાથી અભેદપણે સમ્યફ પ્રકારે જોવાથી-શ્રદ્ધવાથી માર્ગવત્સલ છે, તેથી તેમને માર્ગના
તાત્પર્ય કે જે મોક્ષમાર્ગમાં સ્થિત થઈને પોતાના સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, સમ્યફચારિત્રરૂપ મોક્ષમાર્ગના ત્રણ સાધક (સાધુ)ની ભક્તિ વાત્સલ્યતા કરે છે, તે નિશ્ચયથી વાત્સલ્યભાવવાળા સમ્યગ્દષ્ટિ જાણવા. તેમને અવાત્સલ્યભાવથી થતો બંધ નથી પરંતુ પૂર્વસંચિતકર્મની નિર્જરા અવશ્ય છે. विजारहमारूढो मणोरहपहेसु भमइ जो चेदा । सो जिणणाणपहावी सम्मादिट्ठी मुणेयव्वो ॥२३६॥ વિદ્યારથ આરૂઢ થઈ, સપથ વિચરે જેહ; જ્ઞાન પ્રભાવક જાણવા, સમ્યૠષ્ટિ એહ. ર૩૬
જેથી સમ્યવ્રુષ્ટિ ખરેખર ટંકોત્કીર્ણ એક જ્ઞાયકભાવવાળા હોવાને લીધે સમસ્ત શક્તિના પ્રબોધરૂપ પ્રભાવને પ્રગટ કરવાથી પ્રભાવક છે, તેથી તેમને જ્ઞાનપ્રભાવની હીનતાથી કરાતો બંધ નથી પરંતુ નિર્જરા જ છે.
તાત્પર્ય કે જે આત્મા પોતાના શુદ્ધાત્મતત્ત્વની પ્રાપ્તિરૂપ વિદ્યારથમાં આરૂઢ થઈને, ખ્યાતિપૂજાલાલભોગ-આકાંક્ષારૂપ નિદાનબંધ આદિ વિભાવ પરિણામથી થતા અને દ્રવ્ય-ક્ષેત્ર-કાલ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org