________________
૬. નિર્જરા અધિકાર
૨૩૩।।
जो सिद्धभत्तित्तो उपगूहणगो दु सव्वधम्माणं । सो उपगूहणकारी सम्मादिट्ठी मुणेयव्वो ॥ २३३ ॥ સિદ્ધ સહજપદ ભક્તિયુત, વિભાવવારક જીવ; ઉપગ્હનકર જાણવા, સમ્યગ્દષ્ટિ સદૈવ.૨૩૩
જેથી સમ્યગ્દષ્ટિ ખરેખર ટંકોત્કીર્ણ એક જ્ઞાયકભાવવાળા હોવાને લીધે સમસ્ત આત્મશક્તિની વૃદ્ધિ કરવાથી ઉપબૃહક છે તેથી તેમને શક્તિની હીનતાથી કરાતો બંધ નથી પરંતુ નિર્જરા જ છે.
૧૮૭
તાત્પર્ય કે શુદ્ધાત્મભાવનારૂપ નિશ્ચય સિદ્ધભક્તિથી યુક્ત થઈને મિથ્યાત્વ રાગાદિ સર્વ વિભાવ ધર્મોને ઢાંકનારા નાશ કરનારા છે, તે ઉપગ્રહનકારી સમ્યગ્દષ્ટિ જાણવાં. તેમને અનુપગ્રહનથી થતો બંધ નથી પરંતુ પૂર્વસંચિત કર્મની નિર્જરા અવશ્ય છે.
उम्मग्गं गच्छंतं सगंपि मग्गे ठवेदि जो चेदा । सो ठिदिकरणजुत्तो सम्मादिट्ठी मुणेयव्वो ॥२३४॥ ઉન્માર્ગે ગત આત્મને, માર્ગે સ્થાપે જેહ; સ્થિતિકરણયુત જાણવા, સમ્યદૃષ્ટિ એહ. ૨૩૪
જ
જેથી સમ્યગ્દષ્ટિ ખરેખર ટંકોત્કીર્ણ એક જ્ઞાયકભાવવાળા હોવાને લીધે મોક્ષમાર્ગમાં જ સ્થિતિ કરવાથી સ્થિતિકારી છે, તેથી તેમને મોક્ષમાર્ગથી પતિત થવાથી કરાતો બંધ નથી પરંતુ પૂર્વકર્મની નિર્જરા અવશ્ય છે.
તાત્પર્ય કે જે મિથ્યાત્વ રાગાદિરૂપ ઉન્માર્ગે જતા પોતાના આત્માને, યોગાભ્યાસના બળથી, પોતાના શુદ્ધાત્માની ભાવનારૂપ મોક્ષમાર્ગમાં નિશ્ચળપણે સ્થાપે છે, તે સ્થિતિકરણયુક્ત સમ્યગ્દષ્ટિ જાણવા. તેમને અસ્થિતિકરણથી થતો બંધ નથી પરંતુ પૂર્વસંચિતકર્મની નિર્જરા અવશ્ય છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org