________________
[૨૦] વિષય દ્રવ્યાશ્રિત છે. દૂધ ને પાણીની જેમ સંયોગસંબંધે વર્ણાદિ જીવના છે, અગ્નિ ને ઉષ્ણતાની જેમ તાદાભ્ય સંબંધે જીવના નથી. (૫૮-૬૦) તે વ્યવહાર વિરોધી કેમ છે ? તે પર “માર્ગ લૂંટાય છે' એ દ્રષ્ટાંત. નિશ્ચયથી નાદાભ્ય સંબંધે વર્ણાદિ જીવમાં નથી ?
૫૭ ગાથા (૬૧) વર્ણાદિ મોક્ષમાં નથી તેથી તાદાત્મ સંબંધ નથી. (૬૨-૬૪) તેમ છતાં તાદાત્મ માને તો જીવદ્રવ્યનો લોપ થવાનો પ્રસંગ આવે. (૬૫-૬૬) ચૌદ જીવસ્થાન નામકર્મના ઉદયથી બનેલા પુદ્ગલ છે, જીવ નથી. (૬૭) તે પર ઘીના ઘડાનું દૃષ્ટાંત. (૬૮) તેવી જ રીતે મોહનીય કર્મના ઉદયથી થતાં ગુણસ્થાન પણ પુગલ છે, જીવ નથી. એમ બાકીનાનું પણ ઘટાવી લેવું. તે સર્વથી ભિન્ન જીવ. ચૈતન્યરૂપે અત્યંતપણે પ્રકાશે છે.
૨. કર્તાકર્મ અધિકાર અજ્ઞાનથી કર્તાકર્મની પ્રવૃત્તિ છે તે ભેદજ્ઞાનથી દૂર થાય છે. ૬૫ ગાથા (૬૯-૭૦) જ્યાં સુધી આત્મા અને ક્રોધાદિ આસવનો ભેદ ન જાણે ત્યાં સુધી અજ્ઞાની જીવ ક્રોધાદિમાં વર્તે તેથી કર્મ બાંધે (૭૧-૭૨) પરંતુ ભેદજ્ઞાન થતાં આત્માને શુદ્ધ અને આસવોને અશુચિ વિપરીત દુઃખકારણ જાણે ત્યારે ક્રોધાદિમાં ન વર્તે તેથી કર્મ ન બાંધે. (૭૩) જ્ઞાનસ્વરૂપ શુદ્ધભાવનો લક્ષ કરાવે છે. (૭૪) ક્રોધાદિ આસવરૂપ અશુદ્ધભાવ અને જ્ઞાનસ્વરૂપ શુદ્ધભાવનો વિવેક. એ જ્ઞાન અને આસવનિરોધનું સમકાલપણું છે. તે ભેદને શાની કેવી રીતે જાણે છે ? ગાથા (૭૫) કર્મ-નોકર્મના પરિણામને જીવ કરતો નથી. (૭૬-૭૮). જ્ઞાની સ્વપર પર્યાયને જાણે પણ પરરૂપે પરિણમે નહિ. (૯) પુદ્ગલ સ્વપર પર્યાયને ન જાણે પણ પરરૂપે પરિણમે નહિ. (૮૦-૮૨) જીવભાવના નિમિત્તે પુદ્ગલકર્મ પરિણમે અને પુદ્ગલ
૭૧
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org