________________
૬. નિર્જરા અધિકાર
જેથી સય્યદૃષ્ટિ ખરેખર ટંકોત્કીર્ણ એક જ્ઞાયકભાવવાલા હોવાને લીધે કર્મબંધનું કારણ એવી શંકાને ઉપજાવનારા મિથ્યાત્વાદિ ભાવના અભાવથી નિઃશંક છે, તેથી તેમને શંકાથી કરાતો બંધ નથી પરંતુ નિર્જરા જ છે.
તાત્પર્ય કે જે શુદ્ધાત્મભાવનામાં નિઃશંક થઈને સ્વસંવેદનજ્ઞાનરૂપ ખડ્ગવડે બંધનાં કારણ અને સંસારવૃક્ષનાં મૂળ એવા મિથ્યાત્વ, અવિરતિ, કષાય ને યોગરૂપ કર્મબંધ અને મોહના ચાર પાયાને છેદી નાંખે છે, તે સમ્યગ્દષ્ટિ આત્મા નિઃશંક જાણવા. તેમને શંકાથી થતો બંધ નથી પરંતુ પૂર્વકર્મની નિર્જરા અવશ્ય છે. जो दु ण करेदि कंखं कम्मफलेसु तह सव्वधम् । सो णिक्कंखो चेदा सम्मादिट्ठी मुणेयव्वो ॥ २३० ॥ કર્મફળે ને ધર્મમાં, કરે ન કાંક્ષા જેહ; નિષ્કાંક્ષિત જીંવ જાણવા, સમ્યગ્દષ્ટિ એહ. ૨૩૦
૧૮૫
જેથી સમ્યગ્દષ્ટિ ખરેખર ટંકોત્કીર્ણ એક જ્ઞાયકભાવવાળા હોવાને લીધે સર્વ કર્મના ફળમાં અને સર્વ વસ્તુના ધર્મમાં કાંક્ષાના અભાવથી નિષ્કાંક્ષ છે, તેથી તેમને કાંક્ષાથી કરાતો બંધ નથી પરંતુ નિર્જરા જ છે.
તાત્પર્ય કે જે શુદ્ધાત્મભાવનાથી ઊપજતા પરમાનંદસુખમાં તૃપ્ત થઈને પંચેન્દ્રિયવિષયસુખભૂત કર્મફળમાં તેમજ વિવિધ પ્રકારના વસ્તુધર્મમાં કાંક્ષા-ઇચ્છા કરતા નથી, તે સમ્યગ્દષ્ટિ આત્મા સંસારસુખમાં ઇચ્છા રહિત જાણવા. તેમને વિષયસુખની ઇચ્છાથી થતો બંધ નથી પરંતુ પૂર્વકર્મની નિર્જરા અવશ્ય છે.
जो ण करेदि जुगुप्पं चेदा सव्वेसिमेव धम्माणं । सो खलु निव्विदिगिच्छो सम्मादिट्ठी मुणेयव्वो ॥२३१॥
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org