________________
૧૮૨
શ્રી સમયસાર
અચળપણે અનુભવાય છે, તે સિવાય અન્યથી પ્રાપ્ત થતી વેદના વેદાતી નથી; એવા જ્ઞાનીને વેદનાભય ક્યાંથી હોય ? નિઃશંક એવા તે જ્ઞાની નિરંતર પોતે પોતાના સહજ જ્ઞાનસ્વભાવને સદા અનુભવે છે.
(કલશ ૧૫૬) (૪) અરક્ષાભય વિષે કહે છે :
શાર્દૂલવિક્રીડિત यत्सन्नाशमुपैति तन्न नियतं व्यक्तेति वस्तुस्थिति - र्ज्ञानं सत्स्वयमेव तत्किल ततस्त्रातं किमस्यापरैः । अस्यात्राणमतो न किंचन भवेत्तद्भीः कुतो ज्ञानिनो निश्शंकः सततं स्वयं स सहजं ज्ञानं सदा विंदति ॥१५७॥
જ્ઞાન છે તે પોતે જ સત્ છે. અને જે સત્ છે તે નિયમથી નાશ પામતું નથી એવી પ્રગટ વસ્તુસ્થિતિ છે. તેથી ખરેખર તેનું અન્યવડે શું રક્ષણ કરવું ? આત્માને અરક્ષિતપણું જરા પણ નથી. તેથી જ્ઞાનીને અરક્ષાભય ક્યાંથી હોય ? નિઃશંક એવા તે જ્ઞાની નિરંતર પોતે પોતાના સહજ જ્ઞાનસ્વભાવને સદા અનુભવે છે.
(કલશ ૧૫૭) (૫) અગુપ્તિભય વિષે કહે છે -
શાર્દૂલવિક્રીડિત स्वं रूपं किल वस्तुनोऽस्ति परमा गुप्तिः स्वरूपे न यच्छक्तः कोऽपि परः प्रवेष्टुमकृतं ज्ञानं स्वरूपं च नुः । अस्यागुप्सिरतो न काचन भवेत्तद्भीः कुतो ज्ञानिनो निश्शंकः सततं स्वयं स सहजं ज्ञानं सदा विंदति ॥१५८॥
જેથી સ્વરૂપમાં કોઈ પણ પરવસ્તુ પ્રવેશવાને સમર્થ નથી તેથી વસ્તુનું પોતાનું સ્વરૂપ છે તે જ ખરેખર પરમ ગુપ્તિ છે. સહજ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org