SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ ૬. નિર્જરા અધિકાર ૧૮૧ અગુપ્તિભય, (૬) મરણભય, (૭) અકસ્માતૃભય. સમ્યષ્ટિ નિઃશંક હોવાથી આ સાત પ્રકારના ભયથી સર્વથા મુક્ત હોય છે તે વિષે છ કલશ-કાવ્યો હવે કહે છે. (૧) આ લોકભય (૨) પરલોકભય વિષે કહે છે : શાર્દૂલવિક્રીડિત लोकः शाश्वत एक एष सकलव्यक्तो विविक्तात्मनश्चिल्लोकं स्वयमेव केवलमयं यल्लोकयत्येककः । लोकोऽयं न तवापरस्तदपरस्तस्यास्ति तद्भीः कुतो निश्शंकः सततं स्वयं स सहजं ज्ञानं सदा विंदति ॥१५५॥ જેથી કેવળ ચૈતન્યલોકને જ જ્ઞાની પોતે એકલા અસંગપણે અવલોકે છે કે આ ભિન્ન આત્માનો લોક છે તે શાશ્વત છે, એક છે અને સર્વ કાળ પ્રગટ છે, તે સિવાય “આ લોક” તારો નથી અને બીજો જે “પરલોક” તે પણ તારાથી પર-જાદો છે; એવા જ્ઞાનીને આ લોકભય કે પરલોકભય ક્યાંથી હોય ? નિઃશંક એવા તે જ્ઞાની નિરંતર પોતે પોતાના સહજ જ્ઞાન સ્વભાવને સદા અનુભવે છે. (કલશ ૧૫૫) (૩) વેદનાભય વિષે કહે છે : શાર્દૂલવિક્રીડિત एकैव हि वेदना यदचलं ज्ञानं स्वयं वेद्यते निर्भेदोदितवेद्यवेदकबलादेकं सदानाकुलैः । नैवान्यागतवेदनैव हि भवेत्तद्भीः कुतो ज्ञानिनो નિરર્શાવ: સતતં સ્વયં સ સદનું જ્ઞાન સા વિંતિ રદ્દ II અભેદપણે ઉદય થતાં વેદ્યવેદકના બળથી સદા નિરાકુળ રહેનારા જ્ઞાનીઓ વડે આ એક માત્ર જ્ઞાનસ્વરૂપ આત્મા સ્વયં Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005302
Book TitleSamaysara
Original Sutra AuthorN/A
AuthorKundakundacharya, Sakarben Shah
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1994
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy