________________
૧૮૦
શ્રી સમયસાર
શાર્દૂલવિક્રીડિત सम्यग्दृष्टय एव साहसमिदं कर्तुं क्षमंते परं यद्वक्रेऽपि पतत्यमी भयचलत्रैलोक्यमुक्ताध्वनि । सर्वामेव निसर्गनिर्भयतया शंकां विहाय स्वयं जानंतः स्वमवध्यबोधवपुषं बोधाच्यवंते न हि ॥१५४॥
આ ઉત્કૃષ્ટ સાહસ સમ્યવૃષ્ટિ જ કરવાને સમર્થ છે કે ત્રણે લોક ભયથી પોતાના માર્ગને મૂકીને ચલાયમાન થાય એવો વજપાત થવા છતાં પોતે સ્વભાવજન્ય નિર્ભયતાથી સર્વ શંકાને છોડીને પોતાને અવધ્યબોધવપુ અર્થાત્ નાશરહિત જ્ઞાનમય દેહવાળા જાણતા તે જ્ઞાનમાર્ગથી કિંચિત્ ડગતા નથી.
ભાવાર્થ- દેહના પડવાથી મારો નાશ થશે ? એવી શંકા સમ્યવૃષ્ટિને ગમે તેવા પ્રસંગમાં પણ ન જ થાય. (કલશ ૧૫૪)
નિઃશંકતાથી નિર્ભયતા ઉત્પન્ન હોય છે તે કહે છે :सम्मद्दिट्टी जीवा णिस्संका होति णिब्भया तेण । सत्तभयविप्पमुक्का जह्मा तह्मा दु णिस्संका ॥२२८॥ સમકિતી નિઃશંક છે, નિર્ભય તેથી થાય; સાતે ભયથી મુક્ત તે, નિઃશંકિત સદાય. ૨૨૮
જેથી સમ્યગ્દષ્ટિ હંમેશાં સર્વ કર્મ અને કર્મફલ પ્રત્યે અભિલાષા રહિત અત્યંત નિરપેક્ષ હોય છે અર્થાત્ મોહાસક્તિથી મુક્ત થયેલા વ્યાકુળતા રહિત વર્તે છે તેથી ખરેખર તેઓ સ્વરૂપમાં અત્યંત નિઃશંક દારુણ નિશ્ચયવાળા થવાથી અત્યંત નિર્ભય સંભવે છે. સંસારદુઃખથી ભય થાય છે તે મુખ્યત્વે સાત પ્રકારે છે. (૧) આ લોકભય, (૨) પરલોકભય, (૩) વેદનાભય, (૪) અરક્ષાભય, (૫)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org