________________
૧૭૭
૬. નિર્જરા અધિકાર જ્ઞાની પણ જે ભોગવે, સચિત્ અચિત્ મિશ્રાર્થ; જ્ઞાનભાવ અજ્ઞાન તે, કરવા નહીં સમર્થ. ૨૨૧ શ્વેતભાવ ત્યાગી સ્વયં, પરિણમે જો શંખ; શ્વેત ટળીને કૃષ્ણતા, પામે તે નિઃશંક. ૨૨૨ જ્ઞાન તજી જ્ઞાની યદા, પરિણમે વિપરીત; જ્ઞાન વમીને અજ્ઞતા, પામે તે નિશ્ચિત. ૨૨૩
જેમ શ્વેત શંખ સચિત્ અચિત કે મિશ્ર દ્રવ્યને ખાવાથી કાળો થતો નથી, તેમ જ્ઞાની સચિત્ અચિત્ કે મિશ્ર દ્રવ્યને ભોગવે તેથી જ્ઞાન અજ્ઞાનરૂ૫ થતું નથી, પરંતુ તે જ શંખ પરદ્રવ્યને ખાતાં કે ન ખાતાં જો પોતે શ્વેતરંગ તજીને કૃષ્ણરંગે પરિણમે તો તે કાળો થાય છે, તેવી રીતે જ્ઞાની પરદ્રવ્યને ભોગવતાં કે ન ભોગવતાં પોતે જ્ઞાનભાવને તજીને અજ્ઞાનભાવે પરિણમે તો તે અજ્ઞાની થાય છે અને કર્મ બાંધે છે. તે અજ્ઞાન સ્વયંકૃત હોવાથી જ્ઞાનીને પોતાના અપરાધથી કર્મબંધ થાય છે.
શાર્દૂલવિક્રીડિત ज्ञानिन् कर्म न जातु कर्तुमुचितं किंचित्तथाप्युच्यते भुंक्ष्ये हंत न जातु मे यदि परं दुर्भुक्त एवासि भोः । बंध: स्यादुपभोगतो यदि न तत्किं कामचारोऽस्ति ते
ज्ञानं सन्वस बंधमेष्यपरथा स्वस्यापराधाद् ध्रुवम् ॥१५१ ॥ ' હે જ્ઞાની ! તારે કર્મ કદાપિ કરવું ઘટતું નથી છતાં તું કહે છે કે “હું ભોગવું છું પણ પરદ્રવ્ય મારું કદાપિ નથી.” તો તે ખેદરૂપ છે કારણ કે તેથી તો તું અયોગ્યને ભોગવનારો દુર્વ્યક્ત થયો. ઉપભોગ કરે અને બંધ ન થાય એમ માને તે શું તારો સ્વચ્છંદ નથી ? તું જ્ઞાનરૂપ પરિણામ પામીને રહે, નહિ તો પોતાના અપરાધથી તને બંધ થશે એ નક્કી છે.
(કલશ ૧૫૧)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org