________________
૬. નિર્જરા અધિકાર
૧૭૩ છે, એ બન્નેની અનવસ્થા છે. વસ્તુની ઇચ્છા થાય ત્યારે તે પ્રાપ્ત હોતી નથી અને વસ્તુ મળે ત્યાં સુધીમાં પ્રથમની ઈચ્છા નાશ પામી હોય છે અને બીજી ઈચ્છા અથવા તો તેથી વિપરીત ઇચ્છા થાય છે. એક સમયે સમયે વેદભાવ અને વેદકભાવ પલટાતા હોવાથી ઇચ્છાની તૃપ્તિ કદાપિ થતી નથી; એમ જાણનારા જ્ઞાની પોતાના નિશ્ચલ એક જ્ઞાયકભાવમાં વર્તે છે અને અનાગત ખ્યાતિ પૂજા લાભ ભોગ આદિની આકાંક્ષારૂપ સર્વ નિદાનભાવથી રહિત થાય છે. તેથી ભવિષ્યમાં પ્રાપ્ત થનારા એવા અનાગત ભોગો જ્ઞાનીના પરિગ્રહ થતા નથી.
સ્વાગતા
वेद्यवेदकविभावचलत्वाद् वेद्यते न खलु कांक्षितमेव । तेन कांक्षति न किंचन विद्वान्, सर्वतोऽप्यतिविरक्तिमुपैति ॥१४७ ।।
વેદ્યભાવ અને વેદકભાવ એ બન્ને વિભાવ હોવાથી ચલઅસ્થિર છે. તેથી જે ઇચ્છિત છે તે ખરેખર ભોગવાતું નથી. તેથી વિદ્વાન પુરુષો કંઈ ઈચ્છતા નથી. સર્વ પદાર્થો પ્રત્યે અત્યંત વિરકત રહે છે.
(કલશ ૧૪૭) જ્ઞાની કેવા પ્રકારે વિરક્ત રહે છે ? તે કહે છે : बंधुवभोगणिमित्ते अज्झवसाणोदएसु णाणिस्स । संसारदेह विसएसु णेव उप्पजदे रागो ॥२१७॥ ભવ-તન ઇન્દ્રિય વિષયમાં, બંધ-ઉપભોગ નિમિત્ત; અધ્યવસાન ઉદય થતાં, સંત નીરાગ ખચીત. ૨૧૭
કર્મના ઉદયથી અવ્યવસાન થાય છે. તેમાં જે સંસાર સંબંધી રાગદ્વેષમોહરૂપ અધ્યવસાન છે તે કર્મબંધના નિમિત્ત છે અને જે દેહ અને ઇન્દ્રિયવિષય સંબંધી સુખદુ:ખના વિકલ્પરૂપ અધ્યવસાન
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org