________________
૧૭૦
શ્રી સમયસાર
अपरिग्गहो अणिच्छो भणिदो णाणी य णिच्छदे धम्मं । अपरिग्गहो दु धम्मस्स जाणगो तेण सो होदि ॥२१०॥ अपरिग्गहो अणिच्छो भणिदो णाणी य णिच्छदि अधम्मं । अपरिग्गहो अधम्मस्स जाणगो तेण सो होदि ॥२११॥ अपरिग्गहो अणिच्छो भणिदो णाणी य णिच्छदे असणं । अपरिग्गहो असणस्स जाणगो तेण सो होदि ॥२१२॥ अपरिग्गहो अणिच्छो भणिदो णाणी य णिच्छदे पाणं । अपरिग्गहो दु पाणस्स जाणगो तेण सो होदि ॥२१३॥ નિરિચ્છ તે નિષ્પરિગ્રહી, જ્ઞાની ચહે ન “ધર્મ'; ધર્મ-અપરિગ્રહી તેથી તે, કેવલ જ્ઞાયક ધર્મ. ૨૧૦ નિરિચ્છ તે નિષ્પરિગ્રહી, ચહે ન જ્ઞાની અધર્મ; તે અધર્મ-અપરિગ્રહી, કેવલ જ્ઞાયક ધર્મ. ૨૧૧ નિરિચ્છ તે નિષ્પરિગ્રહી, અશન ન ઈચ્છે સંત; અપરિગ્રહી, તે અશનના, જ્ઞાયક તે ભગવંત. ૨૧૨ નિરિચ્છ તે નિષ્પરિગ્રહી, જ્ઞાની ન ઈચ્છે પાન; પાન-અપરિગ્રહી તેથી તે, જ્ઞાતા તે ભગવાન. ૨૧૩
ઇચ્છા એ જ પરિગ્રહ છે, એમ ભગવાને કહ્યું છે. તેથી જેને ઇચ્છા નથી તેને પરિગ્રહ નથી. ઈચ્છા એ અજ્ઞાનમય ભાવ છે. જ્ઞાનીના ભાવ જ્ઞાનમય હોવાથી તેમને ઈચ્છાનો અભાવ છે. ધર્મ (પુણ્ય), અધર્મ (પાપ) તથા આહાર પાણી આદિ સર્વ પરભાવોને જ્ઞાની ઇચ્છતા નથી, તેથી તે કોઈ જ્ઞાનીના પરિગ્રહ નથી. અર્થાત્ જ્ઞાનીના આહારાદિ શરીર અર્થે નહિ, પરંતુ જ્ઞાનદર્શનસંયમ અર્થે એટલે મોક્ષાર્થે થાય છે.
એ રીતે અન્ય સર્વ ભાવને જ્ઞાની ઈચ્છતા નથી -
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org