________________
૧૬૮
-
શ્રી સમયસાર
अचिंत्यशक्तिः स्वयमेव देवश्चिन्मात्रचिंतामणिरेष यस्मात् । सर्वार्थसिद्धात्मतया विधत्ते ज्ञानी किमन्यस्य परिग्रहेण ॥१४४ ॥
જેથી આ અચિંત્ય શક્તિવાળો દેવ શુદ્ધચૈતન્ય પોતે જ ચિંતામણિ છે, તેથી જ્ઞાની સર્વ પદાર્થની સિદ્ધિને આત્માપણે ધારણ કરે છે, તો પછી તેઓને અન્ય પરિગ્રહથી શું પ્રયોજન છે? અર્થાત્ જેની પાસે ચિંતામણિ હોય તે પરિગ્રહ શું કામ રાખે?
(કલશ ૧૪૪) જ્ઞાની કેમ પરને ગ્રહણ કરતા નથી? તે કહે છે :को णाम भणिज्ज बुहो परदव्वं मम इमं हवदि दव्वं । अप्पाणमप्पणो परिग्गहं तु णियदं वियाणंतो ॥२०७॥ मझं परिग्गहो जइ तदो अहमजीवदं तु गच्छेज । णादेव अहं जह्या तह्मा ण परिग्गहो मज्झ ॥२०८॥ જ્ઞાની જાણે નિશ્ચયે, પરિગ્રહ નિજ ચિદ્રવ્ય; . કોણ સુજ્ઞ એવો કહે, “મારાં આ પર-દ્રવ્ય' ? ૨૦૭ જડ જો પરિગ્રહ મુજ ગણું, તો હું બનું અજીવ; તેથી જડ મારાં નહીં, હું તો જ્ઞાતા જીવ. ૨૦૮
જે જેનો ભાવ છે તે જ તેને પોતાનો છે અને તેનો જ તે સ્વામી છે. એવી તીક્ષ્ણ તત્ત્વદ્રષ્ટિના અવલંબનથી જ્ઞાની જાણે છે કે નિશ્ચયથી આત્મા જ એક આત્માનો પરિગ્રહ છે; કારણ કે આત્મા આત્મસ્વરૂપે જ રહે છે, પરને ગ્રહણ કરી શકતો નથી, તેથી “આ પરદ્રવ્ય મારું છે હું તેનો સ્વામી છું” એમ શી રીતે કહે ? જ્ઞાની વિચારે છે કે :
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org