SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ ૬. નિર્જરા અધિકાર ૧૬૭ મેળવતાં તેઓ કર્મથી મુકાતા નથી. તેથી જેને કર્મથી છૂટવું છે એવા મુમુક્ષુએ માત્ર જ્ઞાનના અવલંબનથી નિશ્ચિત એવું આ એક પદ અવશ્ય પ્રાપ્ત કરવા યોગ્ય છે. દ્રુતવિલંબિત पदमिदं ननु कर्मदुरासदं सहजबोधकलासुलभं किल तत इदं निजबोधकलाबलात् कलयितुं यततां सततं जगत् । (૪૩ || ખરેખર આ પદ કર્મ-ક્રિયા વડે પ્રાપ્ત થવું દુર્લભ છે પરંતુ સહજ બોધલા-સ્વાભાવિક જ્ઞાનપરિણતિથી સુલભ છે; તેથી પોતાની જ્ઞાનપરિણતિના બળથી તેને અનુભવવાનો આ જગત સતત યત્ન કરે. (કલશ ૧૪૩) જ્ઞાનથી તે પદ પ્રાપ્ત કરવાની વિધિને કહે છે : एद िरदो णिच्चं संतुट्ठो होहि णिच्चमेदाि । " एदेण होहि तित्तो होहदि तुह उत्तमं सोक्खं ॥ २०६ ॥ એમાં રત નિત્યે રહો, એથી ધરો સંતોષ; એથી તૃપ્ત સદા રહો, મેળવશો તો મોક્ષ. ૨૦૬ જેટલું આ જ્ઞાન છે તેટલો જ સત્ય આત્મા અથવા સાચું પોતાનું છે, એમ નિશ્ચય કરીને જ્ઞાનમાત્રમાં જ સદા પ્રીતિ કર; જેટલું આ જ્ઞાન છે તેટલી જ સત્ય આશિષ અથવા હિત-કલ્યાણ છે, એમ નિશ્ચય કરીને જ્ઞાનમાત્રમાં જ સદા સંતોષ માન; જેટલું આ જ્ઞાન છે તેટલું જ ખરેખર અનુભવવાયોગ્ય છે, એમ નિશ્ચય કરીને જ્ઞાનમાત્રથી જ સદા તૃપ્ત રહે. હે ભવ્ય ! એ રીતે સદા આત્મરક્ત, આત્મસંતોષી અને આત્મતૃપ્ત એવા તને વચનથી વર્ણવી ન શકાય એવું સુખ પ્રાપ્ત થશે, તે તું તત્ક્ષણ પોતે જ જોઈશ, અન્યને પૂછીશ નહિ. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005302
Book TitleSamaysara
Original Sutra AuthorN/A
AuthorKundakundacharya, Sakarben Shah
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1994
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy