________________
૧૬૪
શ્રી સમયસાર
સર્વ પદો-ચાર ગતિના પર્યાયો તથા રાગાદિ ભાવો-આત્માના અપદ ભાસે છે. અર્થાત્ ભોગવવાયોગ્ય નહિ એવા તુચ્છ ભાસે છે.
(કલશ ૧૩૯)
શાર્દૂલવિક્રીડિત
एकं ज्ञायक भावनिर्भर महास्वादं समासादयन् स्वादं द्वंद्वमयं विधातुमसहः स्वां वस्तुवृत्तिं विदन् । आत्मात्मानुभवानुभावविवशो भ्रश्यद्विशे षोदयं सामान्यं कलयन् किलैष सकलं ज्ञानं नयत्येकताम् ॥१४०॥
જાણવાનું કાર્ય નિરંતર કરે છે તેથી જ્ઞાયકભાવથી ભરપૂર એવા એક મહાસ્વાદને લેતાં, દ્વંદ્વ-ભેદવાળા સ્વાદને સહન કરવાને અસમર્થ અને પોતાની વાસ્તવિક વસ્તુ જે આત્મપરિણતિ તેને જાણતો આ આત્મા, આત્માના અનુભવપ્રભાવથી વિવશ-તેને આધીન-થયેલો, જ્ઞાનના મતિ શ્રુત આદિ કર્મજનિત ભેદોને ગૌણ કરીને સામાન્ય જ્ઞાનનો અનુભવ કરતો, સકલ જ્ઞાનને ખરેખર એક કરે છે. (કલશ ૧૪૦)
તે પદ એક અભેદ જ્ઞાનરૂપ છે ઃ
आभिणिबोहियसुदोहिमणकेवलं
च तं होदि एकमेव पदं ।
सो एसो परमट्ठो जं लहिदं णिव्वुदिं जादि ॥ २०४ ॥ પંચ જ્ઞાન મતિ આદિ જે, એક જ પદે સમાય; જ્ઞાનપદ પરમાર્થ તે, પામ્યે મોક્ષ પમાય, ૨૦૪
આત્મા ખરે પરમ પદાર્થ છે. તે વાસ્તવિક જ્ઞાન છે. આત્મા એક જ પદાર્થ હોવાથી જ્ઞાન પણ એક જ પદ છે. જે આ જ્ઞાન
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org