SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ "૧૬ર શ્રી સમયસાર હોય છતાં, તેને જ્ઞાનમયભાવનો અભાવ હોવાથી આત્માને જાણતો નથી. એ રીતે જે આત્માને નથી જાણતો તે અનાત્માને પણ નથી જાણતો; કારણ કે સ્વરૂપની સત્તા ને પરરૂપની અસત્તાવડે એક જ વસ્તુનો નિર્ણય કરાય છે. એમ જે આત્મા-અનાત્માને જાણતો નથી તે જીવઅજીવને જાણતો નથી અને જે જીવાજીવને ન જાણે તે સમ્યવૃષ્ટિ કેમ હોય ? અર્થાત્ ન જ હોય. એ રીતે રાગીને વાસ્તવિક જ્ઞાનનો અભાવ છે. તેથી જે રાગી હોય તે સમ્યવ્રુષ્ટિ હોય નહિ, એવો નિયમ છે. એવા રાગી જીવોને શ્રીસદ્ગુરુ અત્યંત કરુણાથી જાગૃત કરે છે - મંદાક્રાંતા आसंसारात्प्रतिपदममी रागिणो नित्यमत्ताः सुप्ता यस्मिन्नपदमपदं तद्विबुध्यध्वमंधाः । एतै तेतः पदमिदमिदं यत्र चैतन्यधातुः शुद्धः शुद्धः स्वरसभरतः स्थायिभावत्वमेति ॥१३८॥ હે અંધ પ્રાણીઓ ! સંસારમાં અનાદિથી પ્રતિપદે નિરંતર રાગવાળા તમે નિત્ય ઉન્મત્ત થઈને જે પદઅજ્ઞાનદશામાં સૂઈ રહ્યા છો, તે તમારું અપદ છે, અપદ છે. આમ આવો, આમ આવો. આ તમારું પદ છે, કે જ્યાં ચૈતન્ય આત્મા શુદ્ધ શુદ્ધ--દ્રવ્ય કર્મ અને ભાવક્ષ્મ રહિત-થયેલો, પોતાના અનંત ગુણોરૂપ રસથી ભરપૂર થઈને તેમાં જ પરિણમતો સ્થાયીભાવને પામે છે. (કલશ ૧૩૮) ભાવાર્થ - જેમકે કોઈ શ્રીમંત મદ્યપાનથી મત્ત થઈને કોઈ અપવિત્ર સ્થાને પડ્યો હોય તેને અન્ય કોઈ સજ્જનપુરુષ જાગૃત કરવા કહે કે ઊઠ, આ તારું સ્થાન નથી ! પછી તેને ઘેર લઈ જાય ને યોગ્ય સ્થાને આરામ કરાવે; પછી કહે કે આ તારું સ્થાન છે. તેમ જીવ કર્મના સંબંધથી પ્રાપ્ત સંસાર અવસ્થામાં નિરાંત વાળીને Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005302
Book TitleSamaysara
Original Sutra AuthorN/A
AuthorKundakundacharya, Sakarben Shah
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1994
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy