________________
૧૬૦
શ્રી સમયસાર
સમ્યવ્રુષ્ટિ જાણે છે કે કર્મોદયના વિપાકથી જે વિવિધ પ્રકારના ભાવો થાય છે તે કોઈ મારા સ્વભાવ નથી. તેથી જાદો આ છે ટંકોત્કીર્ણ એક જ્ઞાયક સ્વભાવ છે, તે હું છું.
સમ્યવ્રુષ્ટિ સ્વપરનો ભેદ વિશેષપણે આમ જાણે છે - . पुग्गलकम्मं रागो तस्स विवागोदओ हवदि एसो । : ण दु एस मज्झ भावो जाणगभावो हु अहमिक्को ॥१९९॥ રાગાદિ જડ કર્મનો, આ જે ઉદય વિશેષ; તે પણ મુજ સ્વભાવ નહીં, જ્ઞાયક હું અવિશેષ. ૧૯૯
સમ્યગ્દષ્ટિ વિશેષપણે એમ જાણે છે કે આ જે રાગ ભાવ છે તે ખરેખર રાગ નામના પુદ્ગલકર્મના વિપાકથી ઉત્પન્ન થયો છે, પરંતુ તે મારો સ્વભાવ નથી. તેથી જુદો આ જે ટંકોત્કીર્ણ એક જ્ઞાયકસ્વભાવ છે તે હું છું. એ જ રીતે રાગને સ્થાને દ્વેષ, મોહ, ક્રોધ, માન, માયા, લોભ, કર્મ, નોકર્મ, મન, વચન, કાયા, શ્રોત્ર, ચક્ષુ, પ્રાણ, રસના, સ્પર્શ મૂકીને ૧૬ સૂત્રોનું વ્યાખ્યાન કરી લેવું. અને એ જ રીતે અન્ય પણ વિચારી લેવાં. આ પ્રકારે સમ્યગ્દષ્ટિ સ્વસ્વભાવને જાણતો અને રાગાદિને ભિન્ન જાણીને છોડતો, નિયમથી જ્ઞાન અને વૈરાગ્ય સહિત હોય છે. एवं सम्मट्ठिी अप्पाणं मुणदि जाणगसहावं । उदयं कम्मविवागं य मुअदि तच्चं वियाणंतो ॥२००॥ જ્ઞાની એમ જ જાણતા, આત્મા જ્ઞાનસ્વભાવ; તત્ત્વ વિચારી ત્યાગતા, કર્માનિત પરભાવ. ૨૦૦
* આમ સમ્યગ્દષ્ટિ સામાન્યપણે અને વિશેષપણે સર્વ પરસ્વભાવરૂપ ભાવોથી વિવેક કરીને ટંકોત્કીર્ણ એક જ્ઞાયકસ્વભાવરૂપ આત્માના તત્ત્વને જાણે છે. એમ તત્ત્વને જાણતા તેઓ સ્વભાવના
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org