SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ ૬. નિર્જરા અધિકાર ૧૫૯ કોઈ સેવવા છતાં સેવતા નથી ને કોઈ ન સેવવા છતાં સેવે છે. જેમ કોઈ પુરુષ કાર્ય કરતો હોય છતાં તે કાર્યના સ્વામીપણાનો તેને અભાવ હોવાથી કર્તા કહેવાતો નથી અને તે કાર્યનો સ્વામી પોતે કાર્ય ન કરતો હોય છતાં સ્વામીપણાના સદૂભાવથી કાર્યનો કર્તા જવાબદાર કહેવાય છે. તેમ જ્ઞાની પૂર્વકર્મના ઉદયથી પ્રાપ્ત વિષયોને સેવવા છતાં રાગાદિના અભાવને કારણે વિષયસેવનફળના સ્વામીપણાનો તેમને અભાવ હોવાથી અસેવી જ છે અને મિથ્યાવૃષ્ટિ તો વિષયોને ન સેવતો હોય છતાં રાગાદિયુક્ત હોવાના કારણે વિષયસેવનફળના સ્વામીપણાનો તેને સદ્ભાવ હોવાથી સેવનાર જ છે. મંદાક્રાંતા सम्यग्दृष्टेर्भवति नियतं ज्ञानवैराग्यशक्तिः स्वं वस्तुत्वं कलयितुमयं स्वान्यरूपाप्तिमुक्त्या । यस्माज्ज्ञात्वा व्यतिकरमिदं तत्त्वतः स्वं परं च स्वस्मिन्नास्ते विरमति परात्सर्वतो रागयोगात् ॥१३६॥ સમ્યદૃષ્ટિને નિયમથી જ્ઞાન અને વૈરાગ્યશક્તિ હોય છે, કારણ કે તે આત્મસ્વરૂપના અનુભવનો અભ્યાસ કરવા માટે સ્વરૂપનું ગ્રહણ અને પરનો ત્યાગ કરવારૂપ વિધિથી, આ સ્વ અને પર વસ્તુતઃ ભિન્ન છે એમ જાણીને, પોતાના સ્વસ્વભાવમાં રહે છે અને રાગયુક્ત એવા પરભાવથી સર્વથા વિરમે છે. (લશ ૧૩૬) સમ્યગ્દષ્ટિ સ્વપરનો ભેદ સામાન્યપણે આમ જાણે છે : उदयविवागो विविहो कम्माणं वण्णिओ जिणवरेहिं । पण दु ते मज्झ सहावा जाणगभावो दु अहमिक्को ॥ १९८ ॥ જિનવર-વર્ણિત કર્મના, ઉદય વિપાક અનેક; તે કંઈ મુજ સ્વભાવ નહિ, જ્ઞાયક હું તો એક. ૧૯૮ For Personal and Private Use Only Jain Educationa International www.jainelibrary.org
SR No.005302
Book TitleSamaysara
Original Sutra AuthorN/A
AuthorKundakundacharya, Sakarben Shah
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1994
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy