SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૮ શ્રી સમયસાર એવા પુદ્ગલ કર્મના ઉદયને વેહ્તાં છતાં પોતે બંધાતા નથી. આ જ્ઞાનનું સામર્થ્ય કહ્યું. (૨) હવે વૈરાગ્યસામર્થ્ય દર્શાવે છે : जह मज्जं पिवमाणो अरदिभावेण मज्जदि ण पुरिसो । दव्वुवभोगे अरदो णाणी विण बन्झदि तहेव ॥ १९६ ॥ અરુચિથી મદિરા પીએ, તે જન થાય ન મત્ત; ભોગવતાં બંધાય ના, જ્ઞાની તેમ વિરક્ત. ૧૯૬ જેમ કોઈને મદિરા પ્રત્યે તીવ્ર અણગમો છે, તે કોઈ કારણસર મદિરા પીવા છતાં તીવ્ર અરતિભાવના સામર્થ્યથી ઉન્મત્ત થતો નથી; તેમ જ્ઞાનીને વિષયો પ્રત્યે તીવ્ર વૈરાગ્ય છે, તેથી વિષયસુખને ઉદયાનુસાર ભોગવવાં પડે છતાં તીવ્ર વૈરાગ્યભાવના સામર્થ્યથી બંધાતા નથી. રથોદ્ધતા नाश्रुते विषयसेवनेऽपि यत् स्वं फलं विषयसेवनस्य ना ज्ञानवै भवविरागताबलात् सेवकोऽपि तदसावसेवक : ૫૬૩૬ આ સમ્યગ્દષ્ટિ પુરુષ વિષયોને સેવવા છતાં જે વિષયસેવનનું ફળ, કર્મબંધ અને સંસાર-પરિભ્રમણ છે, તેને પામતો નથી; એ જ્ઞાનનો મહાન વૈભવ છે અને વિરાગતાની કોઈ અદ્ભુત શક્તિ છે કે જેથી તે વિષયોને સેવવા છતાં અસેવક રહે છે. (કલશ ૧૩૫) આગળ એ જ અર્થને દૃષ્ટાંતથી પ્રગટ કરે છે : सेवंतोवि ण सेवइ असेवमाणोवि सेवणो कोई । पगरणचेट्ठा कस्सवि ण य पायरणोत्ति सो होई ॥१९७॥ સેવે પણ નથી સેવતા, અસેવી સેવે કોય; મુનીમ કાર્ય સઘળાં કરે, સ્વામી શેઠ જ હોય. ૧૯૭ : Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005302
Book TitleSamaysara
Original Sutra AuthorN/A
AuthorKundakundacharya, Sakarben Shah
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1994
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy