________________
૬. નિર્જરા અધિકાર
૧પ૭
' હેયબુદ્ધિથી વેદે છે. હું સુખી,” “દુઃખી’ એમ તન્મયભાવે વેદતો
નથી, પરંતુ પર રહીને સ્વસ્થ ભાવે વૈદે છે તેથી સમ્યગ્દષ્ટિને રાગાદિભાવના અભાવમાં ઉદયકર્મ બંધનિમિત્ત ન બનીને માત્ર નિર્જરી જાય છે. અર્થાત્ સમ્યદ્રષ્ટિને ગુણસ્થાન અનુસાર બંધ છે; છતાં વધારે પ્રમાણમાં તો નિર્જરા જ થાય છે. કારણ કે સમ્યગ્દષ્ટિ આત્મજનિત સુખને ઉપાદેય જાણે છે અને વિષયસુખને હેય જાણે છે. પરંતુ ચારિત્રમોહના ઉદયરૂપ કોટવાલે પકડેલો ઇચ્છારહિતપણે સુખદુ:ખને ભોગવે છે. અહો ! તેથી તે ભોગો પણ તેને નિર્જરાનાં કારણ થાય છે.
અનુપ तज्ज्ञानस्यैव सामर्थ्य विरागस्यैव वा किल । यत्कोऽपि कर्मभिः कर्म भुंजानोऽपि न बध्यते ॥१३४॥
જેથી કોઈ (સમ્યવ્રુષ્ટિ) કર્મ ભોગવવા છતાં કર્મવડે બંધાતા નથી તે (૧) જ્ઞાનનું જ સામર્થ્ય છે અથવા તો ખરેખર તે (૨) વિરાગનું સામર્થ્ય છે.
(કલશ ૧૩૪) (૧) તે જ્ઞાનસામર્થ્ય દર્શાવે છે :जह विसमुव जंतो वेज्जो पुरिसो ण मरणमुवयादि । पुग्गलकम्मस्सुदयं तह भुंजदि णेण बझए णाणी ॥१९५॥ વૈદ્ય ખાય વિષ તે છતાં, પણ તે મરે ન જેમ; ઉદયકર્મ વેદે છતાં, જ્ઞાની અબંધ એમ. ૧૯૫
જેમ કોઈ વિષવેદ્ય અમોઘ-અચૂક, ન ફરે તેવી રસાયણ વિદ્યાના બળે વિષની શક્તિને રોકવાથી બીજાને મરણનું કારણ એવું વિષ ખાવા છતાં પોતે મરતો નથી, તેમ જ્ઞાની ભેદજ્ઞાનરૂપ અમોઘ અધ્યાત્મ વિદ્યાના બળ વડે બીજાને રાગદ્વેષબંધનાં કારણ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org