________________
૧૫૫
૬. નિર્જરા અધિકાર હવે નિર્વિકલ્પ સમાધિરૂપ નિર્જરા સંવરસહિત પ્રવેશ કરે છે.
શાર્દૂલવિક્રીડિત रागाद्यास्रवरोधतो निजधुरां धृत्वा परः संवरः कर्मागामि समस्तमेव भरतो दूरान्निरुधन स्थितः । प्राग्बद्धं तु तदेव दग्धुमधुना व्याजृम्भते निर्जरा ज्ञानज्योतिरपावृतं न हि यतो रागादिभिर्मूर्छति ॥१३३॥
રાગાદિ આસવો રોકાવાથી પોતાના સ્વરૂપની ધુરા-મર્યાદાને ધારણ કરીને નવા આવતા સર્વ કર્મોને દૂરથી જ અતિશયપણે રોકતો સંવરરૂપી ઉત્કૃષ્ટ યોદ્ધો ઊભો રહે છે, ત્યારે પૂર્વે બાંધેલાં કર્મોને બાળવાને હવે નિર્જરા વિસ્તાર પામે છે; કારણ કે આવરણરહિત થયેલી જ્ઞાનજ્યોતિ ખરેખર રાગાદિવડે મૂર્શિત થતી નથી.
(કલશ ૧૩૩) દ્રવ્ય નિર્જરાનું સ્વરૂપ કહે છે - उवभोगमिंदियेहिं दव्वाणमचेदणाणमिदराणं । जं कुणदि सम्मदिट्टी तं सव्वं णिजर णिमित्तं ॥१९३।। ઇન્દ્રિય દ્વારા ભોગવે, દ્રવ્ય સચેત અચેત; તે પણ સમ્યવ્રુષ્ટિને, થાય નિર્જરા હેત. ૧૯૩
વિરાગીનો ઉપભોગ નિર્જરાર્થે છે. સમ્યષ્ટિ પાંચ ઇન્દ્રિયના ચેતન અચેતન વિષયોનો ઉપભોગ રાગરહિતપણે કરે છે. ઉદયાનુસાર ભોગ ભોગવવા છતાં તે પ્રત્યે તેને વૈરાગ્ય છે તેથી તેને પૂર્વકર્મ ભોગવાઈને નિર્જરે છે અને નવો બંધ થતો નથી. પણ મિથ્યાવૃષ્ટિને
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org