________________
૫. સંવર અધિકાર
૧૫૩
આવવાના હેતુ છે, કર્મ નોકર્મના હેતુ છે, અને નોકર્મ સંસારના હેતુ છે.
એ રીતે આ આત્મા સદા આત્મા ને કર્મના એકત્વઅધ્યાસથી મિથ્યાત્વ, અજ્ઞાન, અવિરતિ અને યોગ લક્ષણવાળા અધ્યવસાનો કરે છે; તેથી રાગદ્વેષમોહરૂપ આસ્રવભાવ થાય છે; તેથી કર્મ આસ્રવે છે; તેથી નોકર્મ થાય છે અને તેથી સંસાર ઊપજે છે. પરંતુ જ્યારે આત્મા ને કર્મના ભેદવિજ્ઞાનથી શુદ્ધચૈતન્યચમત્કારમાત્ર આત્માને પ્રાપ્ત કરે ત્યારે મિથ્યાત્વ, ‘અજ્ઞાન, અવિરતિ અને યોગ લક્ષણવાળા અધ્યવસાનોનો અભાવ થાય, તેથી રાગદ્વેષમોહરૂપ આસવભાવોનો અભાવ થાય, તેથી કર્મનો પણ અભાવ થાય, તેથી અનુક્રમે નોકર્મનો પણ અભાવ થાય અને તેથી સંસારનો પણ અભાવ થાય. એમ આ સંવરનો ક્રમ છે.
ઉપજાતિ
संपद्यते संवर एष साक्षाच्छुद्धात्मतत्त्वस्य किलोपलंभात् । स भेदविज्ञानत एव तस्मात् तद्भेदविज्ञानमतीव भाव्यम् ॥१२९ ॥
સાક્ષાત્ શુદ્ધાત્મતત્ત્વની પ્રાપ્તિથી જ આ સંવર પ્રગટ થાય છે. તે શુદ્ધાત્મતત્ત્વની પ્રાપ્તિ ભેદવિજ્ઞાનથી જ છે, માટે તે ભેદવિજ્ઞાન અત્યંત ભાવવું જોઈએ, વિચારવું જોઈએ. (કલશ ૧૨૯)
અનુષ્ટુપ भावयेद्भेदविज्ञानमिदमच्छिन्नधारया | तावद्यावत्पराच्च्युत्वा ज्ञानं ज्ञाने प्रतिष्ठते ॥ १३०॥
જ્યાં સુધી પ૨માંથી મુત થઈને-પરમાં જતું અટકીને, જ્ઞાન જ્ઞાનમાં સ્થિત ન થાય ત્યાં સુધી સતત વહેતી પરિણામધારાવડે આ ભેદવિજ્ઞાનની ભાવના કરવી જોઈએ.
(લશ ૧૩૦)
Jain Equationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org