SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૧ ૫. સંવર અધિકાર जो सव्वसंगमुक्को झायदि अप्पाणमप्पणा अप्पा । णवि कम्मं णोकम्मं चेदा चिंतेदि एयत्तं ॥१८८॥ अप्पाणं झायंतो दंसणणाणमओ अणण्णमओ । लहइ अचिरेण अप्पाणमेव सो कम्मपविमुक्कं ॥१८९॥ પુણ્યપાપથી આત્મને, આત્મવડે કરી રોધ; દર્શનશાને સ્થિત થઈ, ઇચ્છા કરી નિરોધ; ૧૮૭ સર્વ સંગ વિમુક્ત જે, ધ્યાવે આત્મિક ધર્મ; ચિંતવતા એકત્વને, નહીં કર્મ-નોકર્મ; ૧૮૮ ધ્યાતાં એમ અનન્યમય, દર્શન જ્ઞાને યુક્ત; પામે શીધ્ર સ્વ-આત્માને, સર્વ કર્મથી મુક્ત. ૧૮૯ જે ખરેખર રાગદ્વેષમોહ જેનું મૂળ કારણ છે એવા પુણ્યપાપરૂપ શુભાશુભયોગમાં પ્રવર્તતા આત્માને આત્માવડે ઢ ભેદજ્ઞાનના અવલંબનથી અત્યંતપણે રોકીને, શુદ્ધ દર્શનજ્ઞાનરૂપ આત્મદ્રવ્યમાં સારી રીતે સ્થિર કરીને, સર્વ પરદ્રવ્યની ઇચ્છા ત્યાગવાવડે સર્વસંગવિમુક્ત થઈને નિત્ય અતિ નિષ્ઠપ થયેલો, કર્મ-નોકર્મને લેશ પણ ન સ્પર્શવાથી પોતાના ભિન્ન આત્માને જ આત્માવડે ધ્યાવતો, સ્વયં ચેતન હોવાથી એત્વને જ અનુભવે છે, તે ખરેખર એત્વના અનુભવથી અત્યંત ભિન્ન આશ્ચર્યકારી ચૈતન્ય ચમત્કારરૂપ આત્માનું ધ્યાન કરતો શુદ્ધ દર્શનજ્ઞાનમય એવા પોતાના શુદ્ધ આત્મદ્રવ્યને પ્રાપ્ત થાય છે. એ રીતે શુદ્ધાત્મપ્રાપ્તિ થતાં સર્વ પરદ્રવ્યમય પરિણતિને જ્યારે ઓળંગી જાય છે, ત્યારે શીધ્ર સર્વ કર્મથી સર્વથા મુક્ત પરમાત્મસ્વરૂપને પામે છે. આ સંવરનો પ્રકાર છે. માલિની : નિનહિમરતાનાં મૅવિજ્ઞાનશક્યા. भवति नियतमेषां शुद्धतत्त्वोपलंभः । Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005302
Book TitleSamaysara
Original Sutra AuthorN/A
AuthorKundakundacharya, Sakarben Shah
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1994
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy