SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૬] પુરુષથી આત્મા જાણ્યા વિના આત્મા જાણ્યો છે, એવી કલ્પના મુમુક્ષુ જીવે સર્વથા ત્યાગ કરવી ઘટે છે.” ૫૨મ કૃપાળુ દેવે દર્શાવેલા સનાતન મોક્ષમાર્ગમાં જેની અવિચળ શ્રદ્ધા હતી, અને તે સન્માર્ગની પ્રભાવનામાં તથા આ આશ્રમની ઉન્નતિમાં તન મન ધનથી જેણે જીવન પર્યંત સતત સેવા આપી હતી, તેમજ સમયસારનો આ સંક્ષિપ્ત અનુવાદ પ્રસિદ્ધિ પામે એમ જેની અંતરની ભાવના હતી તેવા ધર્માત્માની સેવાના સ્મરણાર્થે સદ્ગત શેઠશ્રી જેસીંગભાઈ ઉજમસીભાઈનો ચિત્રપટ આમાં મૂકવામાં આવ્યો છે. આ ગ્રંથ મુમુક્ષુ બંધુઓને ઓછી કિંમતે પ્રાપ્ત થાય તે માટે સજિજ્ઞાસુ પવિત્રાત્મા આર્ય ભાઈશ્રી શાંતિલાલ મંગળદાસે રૂા. ૫૫૧/ આશ્રમના જ્ઞાનખાતામાં ભેટ આપીને તેમનો શાન પ્રભાવના આદિ સત્કાર્યો પ્રત્યેનો પ્રેમ પ્રદર્શિત કર્યો છે, જે સ્તુત્ય છે. પરમ કૃપાળુ શ્રીમદ્ રાજચંદ્રની કૃપાથી અને અથાગ પુરુષાર્થી મુનિવર શ્રીમદ્ લઘુરાજ સ્વામીને આત્મજ્ઞાનની પ્રાપ્તિ થઈ. તે મહદ્ ઉપકારના સ્મરણાર્થે આ આશ્રમનું નામ તેઓશ્રીએ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ રાખ્યું છે. તેઓશ્રીની હયાતિમાં અનેક ગ્રંથોનો સ્વાધ્યાય થતો હતો તેમાં અવારનવાર શ્રી સમયસારનો સ્વાધ્યાય પણ થતો. તેઓશ્રીએ સંસ્કૃત પાઠશાળા સ્થાપેલી તેમાં ભણનારમાંથી એક વૈરાગ્યવિભૂષિત સત્શીલસંપન્ન શ્રી સાકરબહેને આ અનુવાદ લખી સ્વાધ્યાય અને પાઠશાળાની સફળતા કરી છે. અનુવાદને વિદ્ભોગ્ય બનાવવા પ્રકાશન સમિતિએ પ્રેમપરિશ્રમ ઉઠાવ્યો છે તેમ છતાં કંઈક ત્રુટિઓ વિદ્વર્ગને જણાય તો તે જણાવવા વિનંતિ છે, જેથી ફરીની આવૃત્તિમાં સુધારો થઈ શકે. શ્રીમદ્ રાજચન્દ્ર આશ્રમ, સ્ટેશન અગાસ સંવત ૨૦૦૯ના માર્ગશીર્ષ વદ ૧૦ તા. ૧૧-૧૨-૧૯૫૨ Jain Educationa International લિ. અધ્યાત્મપ્રેમી ૯. ગોવર્ધનદાસ For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005302
Book TitleSamaysara
Original Sutra AuthorN/A
AuthorKundakundacharya, Sakarben Shah
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1994
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy