________________
[૧૫] ઉપશમ કથન કર્યા છે, કેમકે તેની સિદ્ધિ થયા પછી વિચારની નિર્મળતા સહેજે થશે, અને વિચારની નિર્મળતા સિદ્ધાન્તરૂપ કથનને સહેજે કે ઓછા પરિશ્રમ અંગીકાર કરી શકે છે, એટલે તેની પણ સહેજે સિદ્ધિ થશે; અને તેમજ થતું હોવાથી ઠામ ઠામ એ જ અધિકારનું વ્યાખ્યાન કર્યું છે. જો જીવને આરંભ-પરિગ્રહનું પ્રવર્તન વિશેષ રહેતું હોય તો વૈરાગ્ય અને ઉપશમ હોય તો તે પણ ચાલ્યા જવા સંભવે છે; કેમકે આરંભ પરિગ્રહ તે અવૈરાગ્ય અને અનુપશમનાં મૂળ છે, વૈરાગ્ય અને ઉપશમના કાળ છે.
ફરી ફરીને જ્ઞાની પુરુષોના વચન એ ઉપદેશનો જ નિશ્ચય કરવાની જીવને પ્રેરણા કરવા ઇચ્છે છે; તથાપિ અનાદિ અસત્સંગથી ઉત્પન્ન થયેલી એવી દુષ્ટ ઈચ્છાદિ ભાવમાં મૂઢ થયેલો એવો જીવ પ્રતિબૂઝતો નથી; અને તે ભાવોની નિવૃત્તિ કર્યા વિના અથવા નિવૃત્તિનું પ્રયત્ન કર્યા વિના શ્રેય ઇચ્છે છે, કે જેનો સંભવ ક્યારે પણ થઈ શક્યો નથી; વર્તમાનમાં થતો નથી, અને ભવિષ્યમાં થશે નહીં.” પત્રાંક ૫૦૬ શ્રીમદ્ રાજચંદ્ર
એક વધારે અગત્યની સૂચના અધ્યાત્મ ગ્રંથના અભ્યાસીઓ માટે શ્રીમદ્ રાજચંદ્ર નીચે જણાવે છે તે લક્ષમાં લેવા યોગ્ય છે : “આત્માને ભિન્ન ભિન્ન પ્રકારની કલ્પના વડે વિચારવામાં લોકસંજ્ઞા, ઓઘસંજ્ઞા અને અસત્સંગ એ કારણો છે; જે કારણોમાં ઉદાસીન થયા વિના, નિસત્ત્વ એવી લોકસંબંધી જપતપાદિ ક્રિયામાં સાક્ષાત્ મોણ નથી, પરંપરા મોણ નથી, એમ માન્યા વિના, નિસત્ત્વ એવા અસાસ્ત્ર અને અસર. જે આત્મસ્વરૂપને આવરણનાં મુખ્ય કારણો છે, તેને સાક્ષાત્ આત્મઘાતી જાણ્યા વિના જીવને જીવના સ્વરૂપનો નિશ્ચય થવો બહુ દુર્લભ છે, અત્યંત દુર્લભ છે. જ્ઞાની પુરુષનાં પ્રગટ આત્મસ્વરૂપને કહેતાં એવાં વચનો પણ તે કારણોને લીધે જીવને સ્વરૂપનો વિચાર કરવાને બળવાન થતાં નથી.
હવે એવો નિશ્ચય કરવો ઘટે છે, કે જેને આત્મસ્વરૂપ પ્રાપ્ત છે, પ્રગટ છે, તે પુરુષ વિના બીજો કોઈ તે આત્મસ્વરૂપ યથાર્થ કહેવા યોગ્ય નથી; અને તે પુરુષથી આત્મા જાણ્યા વિના બીજો કોઈ લ્યાણનો ઉપાય નથી. તે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org