________________
૧૪૮
શ્રી સમયસાર
જ આકાશને આપણી બુદ્ધિથી આપણે આધાર આધેય બન્ને હોવાનું સમજીએ છીએ ત્યારે આકાશમાં રહેલા અન્ય પદાર્થો સાથે આધારઆધેયપણાની અપેક્ષા નથી. તે અપેક્ષા વિના આખું એક આકાશ આકાશમાં જ રહેલું છે એમ વિચારવાથી ૫૨ સાથે આધારઆધેયપણું ભાસતું નથી. તેથી જ્ઞાન જ્ઞાનમાં જ છે અને ક્રોધાદિ ક્રોધાદિમાં જ છે. એમ ભેદવિજ્ઞાન સારી રીતે સિદ્ધ થયું. શાર્દૂલવિક્રીડિત
1
चंद्रप्यं जडरूपतां च दधतोः कृत्वा विभागं द्वयोरन्तर्दारुणदारणेन परितो ज्ञानस्य रागस्य च भेदज्ञानमुदेति निर्मलमिदं मोदध्वमध्यासिताः शुद्धज्ञानघनौघमेकमधुना सन्तो द्वितीयच्युताः ॥ १२६ ॥
અજ્ઞાન અવસ્થામાં જ્ઞાન અને રાગાદિ એકપણે ભાસતાં હતાં. તેને અંત૨માં અનુભવઅભ્યાસના બળથી ઉગ્રપણે વિદારવાવડે ચેતનભાવને ધારણ કરતા જ્ઞાનનો અને જડભાવને ધારણ કરતા રાગાદિનો સર્વ પ્રકારે વિભાગ કરીને આ નિર્મળ ભેદજ્ઞાન ઉદય થાય છે. તેથી શુદ્વજ્ઞાનના સમુદાયરૂપ એક આત્માનો આશ્રય કરનારા અને બીજાં જડ જે રાગાદિ તેથી વિરમેલા એવા હે સંતો ! તમે હવે આનંદ પામો. (કલશ ૧૨૬) એ ભેદજ્ઞાન જ્યારે જ્ઞાનના વિપરીતપણાની કણિકાને પણ ન પ્રાપ્ત કરાવતું નિશ્ચળ રહે છે, ત્યારે શુદ્ધોપયોગરૂપે જ્ઞાન જ્ઞાન જ માત્ર થતું કંઈ પણ રાગદ્વેષમોહરૂપ ભાવોને રચતું નથી. તેથી (૧) ભેદવિજ્ઞાનથી શુદ્ધાત્મપ્રાપ્તિ થાય છે. અને (૨) શુદ્ધાત્મપ્રાપ્તિથી રાગદ્વેષમોહના અભાવરૂપ લક્ષણવાળો સંવર થાય છે. એ બન્ને કેવી રીતે થાય છે તેનું સમાધાન આગળ કરે છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org