________________
૧૪૭.
૫. સંવર અધિકાર अट्ठवियप्पे कम्मे णोकम्मे चावि णथि उवओगो । उवओगम्मि य कम्मं णोकम्मं चावि णो अत्थि ॥१८२॥ एयं तु अविवरीदं गाणं जइया दु होदि जीवस्स । तइया ण किंचि कुव्वदि भावं उवओगसुद्धप्पा ॥१८३॥ ક્રોધાદિક ક્રોધાદિમાં, ઉપયોગે ઉપયોગ; નહિ ઉપયોગે ક્રોધ કે, ક્રોધમહીં ઉપયોગ. ૧૮૧ અષ્ટકર્મ-નોકર્મમાં, નહિ ઉપયોગ લગાર; ઉપયોગે નોકર્મ કે, કર્મ નહીં નિર્ધાર. ૧૮૨ એમ જીવને ઉદ્ભવ્ય, સમ્યક જ્ઞાનસ્વભાવ; થતાં શુદ્ધ-ઉપયોગી તે, કરે નહીં પરભાવ. ૧૮૩
નિશ્ચયથી એક વસ્તુને બીજી વસ્તુ સાથે સંબંધ નથી. બન્નેના ભિન્ન પ્રદેશપણાથી એક સત્તાની અપ્રાપ્તિ છે. તે એકતા વિના એકનો બીજા સાથે આધારઆધેય સંબંધ પણ નથી. સ્વરૂપમાં રહેવાના લક્ષણવાળો જ આધાર આધેય સંબંધ છે. તેથી જ્ઞાન (ઉપયોગ) જાણવા રૂપે સ્થિત રહે છે. અને જાણવું એ જ્ઞાનથી અભિન્ન હોવાથી જાણવું એ જ્ઞાનમાં જ સ્થિત રહે છે. ક્રોધાદિ ક્રોધાદિ થવાના સ્વરૂપે સ્થિત રહે છે અને ક્રોધ થવો એ ક્રોધાદિથી અભિન્ન હોવાથી ક્રોધાદિમાં જ છે. ક્રોધાદિમાં કે કર્મ-નોકર્મમાં જ્ઞાન નથી અને જ્ઞાનમાં ક્રોધાદિ કે કર્મ-નોકર્મ નથી; કારણ કે પરસ્પર અત્યંત વિપરીત સ્વરૂપે હોવાથી આધારઆધેય સંબંધ નથી. વળી જ્ઞાનને જાણવાનું સ્વરૂપ તેમ ક્રોધાદિ કરવાપણું અને ક્રોધાદિને ક્રોધાદિ કરવાનું સ્વરૂપ તેમ જાણવાપણું છે એમ હોવું પણ કોઈ રીતે શક્ય નથી. જાણવું અને ક્રોધાદિપણે થવું એ બે જુદા ભાવ જણાતા હોવાથી, સ્વભાવના ભેદથી વસ્તુભેદ અવશ્ય છે તેથી જ્ઞાનને અને અજ્ઞાનમય એવા ક્રોધાદિને આધારઆધેય સંબંધ નથી. જેમકે એક
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org