SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૬ - શ્રી સમયસાર ઉપજાતિ भावात्रवाभावमयं प्रपन्नो द्रव्यास्रवेभ्यः स्वत एव भिन्नः । ज्ञानी सदा ज्ञानमयैकभावो निरास्रवो ज्ञायक एक एव ॥११५ ॥ એમ ભાવાસવના અભાવને પામેલા અને દ્રવ્યાસવથી તો સ્વાભાવિકપણે જ ભિન્ન એવા જ્ઞાની સદા એક જ્ઞાનમયભાવવાળા જ્ઞાતા માત્ર હોવાથી નિરાસવ જ છે. (કલશ ૧૧૫) જ્ઞાની નિરાસવ કેવી રીતે છે? તે કહે છે :चउविह अणेमभेयं बंधते णाणदंसणगुणेहिं । समए समए जह्मा तेण अबंधोत्ति णाणी दु ॥१७०॥ દર્શનજ્ઞાન-ગુણે કરી, પ્રત્યય બાંધે ચાર; સમય સમય પણ બંધનો, જ્ઞાનીને પરિહાર. ૧૭૦ જ્ઞાનીને સમયે સમયે ઉદય આવતા મિથ્યાત્વ (સમ્યક્ત્વમોહનીયરૂપે) અવિરતિ, કષાય ને યોગ એ ચાર પ્રત્યયો દર્શનજ્ઞાન ગુણને જઘન્યગુણે પરિણમાવે છે, તેથી અનેક પ્રકારના નવીન પુદ્ગલકર્મ બંધાય છે. પરંતુ તેમાં જ્ઞાનીને આસવનો અભિપ્રાય કે ઈચ્છા નથી, તેથી અબંધક કહેવાતા જ્ઞાની નિરાસવ જ છે, અને ત્યયો કર્તા છે કારણ કે પ્રત્યયના ઉદયાનુસાર થતાં ગુણસ્થાન અથવા જ્ઞાનગુણનાં પરિણામ બંધહેતુ છે. જ્ઞાનગુણપરિણામ બંધહેતુ કેવી રીતે છે? તે કહે છે - जह्मा दु जहण्णादो णाणगुणादो पुणोवि परिणमदि । अण्णत्तं णाणगुणो तेण दु सो बंधगो भणिदो ॥१७१॥ જઘન્ય જ્ઞાનગુણે કરી, પરિણમતા વિપરીત; ફરી પણ તેથી જ્ઞાનીને, અંશે બંધ ખચીત. ૧૭૧ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005302
Book TitleSamaysara
Original Sutra AuthorN/A
AuthorKundakundacharya, Sakarben Shah
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1994
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy