________________
૪. આસ્રવ અધિકાર
૧૩૫ પડે તો ફરીથી તે જીવ સાથે જોડાતો નથી. આ પ્રમાણે જ્ઞાનીને રાગાદિના સંપર્કવાળા કર્મભાવથી રહિત જ્ઞાનમયભાવ સંભવે છે.
શાલિની भावो रागद्वेषमोहै विना यो जीवस्य स्याद् ज्ञाननिवृत्त एव ।। रुंधन् सर्वान् द्रव्यकर्मास्रवौघान्
एषोऽभावः सर्वभावास्रवाणाम् ॥११४॥ ... સર્વ દ્રવ્યકર્મના આસવના સમૂહને રોકતો અને સર્વ ભાવઆસવના અભાવરૂપ જે રાગદ્વેષમોહ રહિત એવો જીવનો આ ભાવ છે તે જ્ઞાનનો જ બનેલો છે.
(કલશ ૧૧૪) જ્ઞાનીને દ્રવ્યાસવનો પણ અભાવ સંભવે છે : पुढवीपिंडसमाणा पुव्वणिबद्धा दु पच्चया तस्स । कम्मसरीरेण दु ते बद्धा सव्वे वि णाणिस्स ॥१६९॥ પૂર્વનિબદ્ધ પ્રત્યય થકી, જ્ઞાની રહે અબદ્ધ, પૃથ્વીપિંડ સમાન તે, કર્મ-શરીરે બદ્ધ. ૧૬૯
હવે જે પૂર્વે અજ્ઞાનથી બંધાયેલા મિથ્યાત્વઅવિરતિકષાયયોગ એ દ્રવ્યાસવરૂપ પ્રત્યયો છે તે જ્ઞાનીને ભિન્નદ્રવ્ય રૂ૫ અચેતન પુદ્ગલના પરિણામ હોવાથી પૃથ્વીપિંડ સમાન જણાય છે. કારણ કે તે સર્વ માત્ર કાર્મણ-શરીર સાથે બંધાયેલાં છે, જીવ સાથે બંધાયેલાં નથી. આથી જ્ઞાનીને દ્રવ્યાસવનો અભાવ સ્વભાવસિદ્ધ જ છે.
તાત્પર્ય કે જે કર્મ સત્તામાં રહેલાં છે તે તો મૂઠીમાંના વિષની સમાન કંઈ બાધાપીડા કરતાં નથી અને જે કર્મ ઉદયમાં આવે છે તેમાં જ્ઞાની એકાકાર થતા નથી. એમ દ્રવ્યાસવ અને ભાવાસવ બન્નેથી રહિત હોવાથી જ્ઞાની નિરાસવ છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org