SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૨ ૪. આસ્રવ અધિકાર હવે આસ્રવ પ્રવેશ કરે છે. દ્રુવિલંબિત अथ महामदनिर्भरमंथरं समररंगपरागतमास्त्रवम् । अयमुदारगभीरमहोदयो जयति दुर्जयबोधधनुर्धरः ॥११३॥ પછી અત્યંત મદઝરતો હોવાથી મદમાતી મંદ ચાલે ચાલતો રણક્ષેત્રરૂપ રંગભૂમિપર આવેલો જે આસવરૂપ યોદ્ધો તેને આ ઉદાર. ગંભીર મહા યશસ્વી દુર્દય બોધરૂપી બાણાવળી (યોદ્ધો) જીતે છે. (કલશ ૧૧૩) આસ્રવનું સ્વરૂપ કહે છે : मिच्छत्तं अविरमणं कसायजोगा य सण्णसण्णा दु । बहुविहया जीवे तस्सेव अणण्णपरिणामा ॥१६४॥ णाणावरणादीयस्स ते दु कम्मस्स कारणं होंति । तेसिं पि होदि जीवो य रागदोसादिभावकरो ॥ १६५ ॥ મિથ્યાત્વાવિરતિ કષાય, યોગ જીવાજીવ ભેદ; બહુવિધ જીવ-વિકાર જે, તે જીવમાંહિ અભેદ. ૧૬૪ જ્ઞાનાવરણાદિક તણા, કારણ તેહ અજીવ; તેનું પણ કારણ બને, રાગાદિયુત જીવ. ૧૬૫ મિથ્યાત્વ, અવિરતિ, કષાય ને યોગ એ આસ્રવો જીવ અજીવ એમ બે બે પ્રકારે છે. જીવ અથવા ભાવ મિથ્યાત્વઅવિરતિકષાયયોગ એ જીવના સ્વપરિણામથી થાય છે અને તે ચેતનના વિકારરૂપ ચિદાભાસ છે. અજીવ અથવા દ્રવ્યમિથ્યાત્વઅવિરતિકષાયયોગ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005302
Book TitleSamaysara
Original Sutra AuthorN/A
AuthorKundakundacharya, Sakarben Shah
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1994
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy