________________
૩. પુણ્યપાપ અધિકાર
૧૩૧.
विश्वस्योपरि ते तरंति सततं ज्ञानं भवंतः स्वयं ये कुर्वंति न कर्म जातु न वशं यांति प्रमादस्य च ॥१११॥
જે કર્મનયને અવલંબન કરનારા છે પણ જ્ઞાનસ્વરૂપ આત્માને જાણતા નથી, તે સંસારમાં બૂડેલા છે અને જે જ્ઞાનનયને ઇષ્ટ માનતા છતાં નિરંતર સ્વચ્છેદે વર્તનારા પ્રમાદી થઈ રહ્યા છે, તે પણ વિષયાદિકમાં રક્ત હોવાથી સંસારમાં બૂડેલા છે; પરંતુ જેઓ નિરંતર જ્ઞાનમય થઈને પોતે કર્મ કરતા નથી તેમજ કદાપિ પ્રમાદને વશ થતા નથી અર્થાત્ રાગદ્વેષાદિ કર્મભાવને મૂકીને સ્વસ્વરૂપમાં ઉદ્યમ કરનારા છે, તેઓ સદા વિશ્વની ઉપર તરે છે અર્થાત્ મોક્ષ મેળવે છે:
(કલશ ૧૧૧) મંદાક્રાંતા भेदोन्मादं भ्रमरसभरान्नाट यत्पीतमोहं मूलोन्मूलं सकलमपि तत्कर्म कृत्वा बलेन । हेलोन्मीलत्परमकलया सार्धमारब्धकेलि ज्ञानज्योतिः कवलिततमः प्रोज्जजृम्भे भरेण ॥११२॥
ભ્રાંતિરૂપી રસની અધિકતાથી શુભ અશુભ ભેદના ઉન્માદને નચાવતા અને જેણે મોહરૂપી દારૂ પીધો છે એવા સર્વ કર્મને બળપૂર્વક મૂળમાંથી ઉખેડીને, લીલામાત્રમાં પ્રગટ થતી કેવલજ્ઞાનરૂપી પરમકલા સાથે જેણે ક્રીડા આરંભી છે અને અજ્ઞાનતિમિરનો સર્વથા. નાશ કર્યો છે, એવી આ જ્ઞાનજ્યોતિ અતિશયપણે ફેલાય છે.
(કલશ ૧૧૨) એ રીતે પુણ્ય ને પાપ એ બે વેષે કર્મ પ્રવેઠ્યું હતું તે અભેદ જણાવાથી એકરૂપ થઈને રંગભૂમિ પરથી નીકળી ગયું.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org