________________
૩. પુણ્યપાપ અધિકાર
૧૨૫ અજ્ઞાનથી અશુભકર્મને બંધનું કારણ માને છે અને વ્રતનિયમ શીલ તપ આદિ શુભકર્મને બંધનું કારણ ન જાણતા તેને મોક્ષનાં કારણ માને છે.
તેઓને પરમાર્થ મોક્ષનું કારણ દર્શાવે છે :जीवादीसदहणं सम्मत्तं तेसिमधिगमो णाणं । रायादीपरिहरणं चरणं एसो दु मोक्खपहो ॥१५५॥ શ્રદ્ધા-સમજ જીવાદિની, સમ્યક દર્શન-જ્ઞાન; ચરણ ત્યાગ રાગાદિનો, મોક્ષપંથ એ માન. ૧૫૫
સમ્યગ્દર્શનજ્ઞાનચારિત્ર એ મોક્ષમાર્ગ છે. તેમાં જીવાદિના શ્રદ્ધાનપણે જ્ઞાનનું થયું તે સમ્યગ્દર્શન છે, જીવાદિની સમજણરૂપે જ્ઞાનનું થયું તે સમ્યજ્ઞાન છે અને રાગાદિના ત્યાગ કરવારૂપે જ્ઞાનનું થયું તે સમ્યફચારિત્ર છે. તેથી નિશ્ચયથી જ્ઞાન જ મોક્ષનું કારણ છે.
અહીં તાત્પર્ય એ છે કે આ જગતમાં કોઈ મોક્ષને અર્થે અવ્રત અસંયમ આદિ છોડીને વ્રતસંયમ ધારણ કરે છે, અને તેથી મોક્ષ થશે એમ સંતોષ માને છે; પરંતુ અજ્ઞાન ટળીને જ્ઞાન થયું ન હોવાથી એ વ્રત વગેરે તેને પુણ્યનાં કારણે થાય છે, પણ મોક્ષનાં કારણ થતાં નથી. એવા મુમુક્ષુને વાસ્તવિક જ્ઞાન પમાડવા માટે અહીં જ્ઞાનનો ઉપદેશ છે. તેમાં તપ વ્રત આદિ છોડીને અસંયમમાં પ્રવર્તવા માટે ઉપદેશ છે એવો અનર્થ કોઈએ ગ્રહણ ન કરવો; કારણ કે જ્ઞાની તો સશીલવ્રતમાં પ્રવર્તીને તે સાધનમાં અટકી ન રહેતાં વ્રતતપના વિકલ્પને પણ જ્યાં સ્થાન નથી એવી નિર્વિકલ્પ શુદ્ધ જ્ઞાનભૂમિકામાં સ્થિર થવાનો જ પ્રયત્ન કરે છે. તેથી શિષ્યને પણ તે જ્ઞાનભૂમિકામાં રહીને મોક્ષ પ્રાપ્ત કરવાનો જ ઉપદેશ કરે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org