________________
૧૨૨
શ્રી સમયસાર
પ્રવર્તવું એ જ તે વખતે તેમને શરણ છે અને તેમાં તન્મય થયેલા તે સાધુઓ પોતે પરમ અમૃતને અનુભવે છે. (કલશ ૧૦૪)
જ્ઞાન મોક્ષહેતુ છે તે સિદ્ધ કરે છે - परमट्ठो खलु समओ सुद्धो जो केवली मुणी णाणी । तहि द्विदा सहावे मुणिणो पावंति णिव्वाणं ॥१५१॥ સમય શુદ્ધ પરમાર્થ જે, મુનિ કેવલી સુજાણ; સ્વભાવસ્થિત તેથી મુનિ, પામે પદ નિર્વાણ. ૧૫૧
જ્ઞાન મોક્ષનું કારણ છે. જ્ઞાનમાં શુભાશુભ કર્મ બંધાતાં નથી તેથી જ્ઞાનને મોક્ષનું હેતુપણું છે. તે જ્ઞાન દ્રવ્યકર્મ ભાવકર્મ અને નોકર્મથી ભિન્ન ચૈતન્ય જાતિવાળો પરમાર્થ આત્મા છે, તે એકપણે જાણતો ને પરિણમતો સમય છે, સંપૂર્ણ નયપક્ષ રહિત એક જ્ઞાનમાત્ર હોવાથી શુદ્ધ છે, કેવલ ચૈતન્યવતુ હોવાથી કેવલી છે, મનનભાવવાળો હોવાથી મુનિ છે અને સ્વયં જ્ઞાનસ્વરૂપ હોવાથી જ્ઞાની છે. એ રીતે જે જ્ઞાનસ્વભાવ પરમાર્થ, સમય, શુદ્ધ, કેવલી, મુનિ, જ્ઞાની એવા નામથી પ્રસિદ્ધ છે, તે જ્ઞાનસ્વભાવમાં રહીને મુનિઓ મોક્ષ પામે છે. અહીં શબ્દભેદ છતાં વસ્તુભેદ નથી.
તે પરમાર્થ જ્ઞાન વિના મોક્ષ નથી : परमट्टह्मि दु अठिदो जो कुणदि तवं वदं च धारेई । तं सव्वं बालतवं बालवदं विंति सव्वण्हू ॥१५२॥ પરમાર્થ-સ્થિત થયા વિના, ધારે તપવ્રત અશ; બાલ તપવ્રત તેહને, જાણે શ્રી સર્વજ્ઞ. ૧૫ર - જ્ઞાનને મોક્ષનું કારણ કહ્યું છે. કારણ કે પરમાર્થ એટલે જ્ઞાનસ્વરૂપ આત્મામાં સ્થિત થયા વિના અજ્ઞાની જીવ જે તપ કરે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org